મધ્યમવર્ગીય લોકો બજેટમાં સૌથી મોટી જાહેરાત, 3 કરોડ નવા મકાન બનાવી આપશે સરકાર
Union Budget 2024: આજે મોદી સરકાર 3.0નું પૂર્ણ બજેટ... નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે દેશનું પૂર્ણ બજેટ.... ત્રીજી ટર્મની સરકારથી લોકોને અનેક આશા અપેક્ષા છે... ત્યારે બજેટમાં ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણે દેશના સામાન્ય નાગરિકોને મોટી ભેટ આપી છે, તેમણે બજેટ દરમિયાન 3 કરોડ નવા મકાન બનાવી આપવાની જાહેરાત કરી છે
Trending Photos
Union Budget 2024 Highlights: આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાતમી વાર બજેટ રજૂ કરી રહ્યા છે અને સાથે રેકોર્ડ બનાવી રહ્યા છે. બજેટને લઈને લોકોને અનેક આશા છે. નાણામંત્રીના પટારામાંથી તેમના માટે શું નીકળશે તેની રાહત દરેક સેક્ટરના લોકો જોઈ રહ્યા છે. આજનું બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પાયો નાંખશે. ત્યારે બજેટ દરમિયાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. તેમણે પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા મકાન બનાવી આપવાની જાહેરાત કરી છે.
બજેટની મહત્વની જાહેરાતો
પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનોની જાહેરાત
મહિલા સંબંધિત યોજનાઓ માટે ~3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે
ગ્રામીણ વિકાસ, ઇન્ફ્રા માટે ~2.66 લાખ કરોડ મંજૂર
MSME ને મદદ કરવા માટે ધિરાણ, નિયમનકારી ફેરફારોની જાહેરાત
મેન્યુફેક્ચરિંગમાં MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત
MSME ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ ગીરો વગર લોન ઉપલબ્ધ થશે
પીએમ અર્બન હાઉસિંગ પ્લાન માટે ~10 લાખ કરોડની જાહેરાત
રેન્ટલ હાઉસિંગના પ્રચાર અને નિયમન માટે નિયમો બનાવશે
સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે
ઊર્જા સંક્રમણ માટે નવી નીતિ લાવવામાં આવશે
શું છે પીએમ આવાસ યોજના
સરકારે જૂન 2015માં PMAYની શરૂઆત કરી હતી. આ યોજના ગ્રામીણ ભારત અને શહેરી ભારત બંનેમાં ચલાવવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં, તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) તરીકે ચલાવવામાં આવે છે અને શહેરોમાં, તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U) તરીકે ચલાવવામાં આવે છે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી આપે છે. સબસિડીની રકમ ઘરના કદ અને આવક પર આધારિત છે. આ યોજના હેઠળ, બેંકોને ઓછા વ્યાજ દરે હોમ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. યોજના હેઠળ હોમ લોન માટે મહત્તમ પુન:ચુકવણી સમયગાળો 20 વર્ષ છે.
ગઈકાલે રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં પણ કહ્યું હતું કે, બજેટ સરકારની દૂરગામી નિતિઓ અને ભવિષ્યના વિઝનો પ્રભાવી દસ્તાવેજ હશે, ખેડૂતો, મહિલાઓ, નોકરિયાત વર્ગ, બિઝનેસમેન, વેપારીઓને આશા છે કે નાણામંત્રી તેમના માટે કાંઈક ને કાંઈક ભેટ લઈને જ બજેટ રજૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે