Bharat Biotech ની ચેતવણી! આ સ્થિતિમાં ન લગાવડાવો Covaxin વેક્સિન

કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક તરફથી ફેક્ટશીટ જારી કરવામાં આવી છે. તેમાં કંપનીએ જણાવ્યું કે, ક્યા લોકોએ આ વેક્સિન ન લેવી જોઈએ. તો કોના માટે રસી સુરક્ષિત છે. 

Bharat Biotech ની ચેતવણી! આ સ્થિતિમાં ન લગાવડાવો Covaxin વેક્સિન

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધ છેલ્લા જંગની શરૂઆત થઈ ચુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 16 જાન્યુઆરીથી ભારતમાં બે કોરોના વેક્સિન સાથે રસીકરણની શરૂઆત કરી હતી. તેમાં એક વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યુટ (SII) ની કોવિશીલ્ડ અને બીજી ભારત બાયોટેક (Bharat Biotech) ની કોવેક્સિન (Covaxin) છે. જાન્યુઆરીની શરૂઆતમાં આપાત ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવેક્સીન વિવાદોમાં છે. આ વચ્ચે કોવેક્સીન બનાવનારી ભારત બાયોટેક તરફથી ફેક્ટશીટ જારી કરવામાં આવી છે. તેમાં કંપનીએ જણાવ્યું કે, ક્યા ક્યા લોકો આ વેક્સિન ન લે અને ક્યા લોકો માટે આ વેક્સિન સુરક્ષિત છે. 

ભારત બાયોટેક (Bharat biotach) અનુસાર જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે કે તે એવી દવા પર હોય છે જે તેની પ્રતિરક્ષા સિસ્ટમને પ્રભાવિત કરે છે. કે પછી એલર્જી વાળા લોકોએ કોવેક્સિનના ડોઝ લેવા જોઈએ નહીં. વેક્સિન બનાવનાર ભારત બાયોટેકે આ ચેતવણી કોવિડ વિરુદ્ધ સામૂહિક રસીકરણ શરૂ થયાના બે દિવસ બાદ આપી છે. આ પહેલા સરકારે કહ્યું હતું કે, જે દર્દી ઇમ્યુનો સપ્રેસેન્ટ પર છે કે પ્રતિરક્ષાની કમીથી પીડિત છે તે વેક્સિન લઈ શકે છે પરંતુ આ વેક્સિન આવા વ્યક્તિઓને ઓછી અસર કરશે. સામાન્ય રીતે કેન્સરના દર્દી જે કીમોથેરેપી કરાવી રહ્યાં હોય કે એચઆઈવી પોઝિટિવ હોય કે પછી સ્ટેરોયડ પર હોય છે, તેને ઇમ્યુનિટી મેળવવામાં સમય લાગે છે. 

भारत बायोटेक ने दी चेतावनी! इन हालातों में न लगवाएं Covaxin का टीका

સરકાર અનુસાર અત્યાર સુધી વેક્સિન લગાવ્યા બાદ 580 લોકોમાં નેગેટિવ રિસ્પોન્સ પ્રાપ્ત થયો છે. તો યૂપી અને કર્ણાટકમાં બે લોકોના મોતના સમાચાર છે. પરંતુ સરકાર અનુસાર આ મોતોનો કોરોના વેક્સિન સાથે કોઈ સંબંધ નથી. 

આ લોકો ન લે રસી
ભારત બાયોટેકેની ફેક્ટ શીટ કહે છે કે એલર્જીથી પીડિત લોકો, કે પછી જેને તાવ છે, જેને બ્લીડિંગ ડિસઓર્ડર છે કે બ્લડ થિનર છે, જે મહિલાઓ પ્રેગનેન્ટ છે કે બ્રેસ્ટફીડિંગ કરાવે છે, કે પછી કોઈ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડિત છે, તેને સલાહ આપવામાં આવે છે કે તે કોવેક્સીનના ઈન્જેક્શન ન લગાવડાવે. કંપની દ્વારા રસી લગાવનારા ગંભીર એલર્જી પ્રતિક્રિયાથી ચેતવણી આપવામાં આવે છે. ગંભીર રોગોમાં શ્વાસ લેવામા મુશ્કેલી, મોઢા અને ગળામાં સોજો, હ્યદયના ઝડપી ધબકારા, શરીરમાં ચક્કર આવવા જેવી નબળાઈ સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news