ગુજરાતમાં આવેલું છે એશિયાનું સૌથી પૈસાવાળું ગામડું, 17થી વધુ બેંકમાં પડ્યા છે 7000 કરોડની ડિપોઝીટ!
World Most Richest Village: ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17,000 જેટલી હતી અને હવે અંદાજે 30,000થી 32,000 જેટલી વસ્તી છે.
Trending Photos
World Most Richest Village: ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. તો સમૃદ્ધિ મામલે પણ ગુજરાતમાં જોટો જડે એમ નથી. જે રાજ્ય અતિ સમૃદ્ધ હોય એના ગામ અને શહેર પણ સ્વભાવિક પણ પૈસાદાર હોય છે. આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરીશું જેનું સ્થાન દેશમાં નહીં, પરંતુ સમગ્ર એશિયામાં અવ્વલ નંબરે છે. જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો? જી હા, ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધા ઘરાવે છે.
- માધાપર ગામમાં છે 7000 કરોડની છે બેંક ડિપોઝિટ
- આ ગામમાં છે 17થી પણ વધારે બેંક્સ
- સમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે છે જાણીતું છે માધાપર
ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17,000 જેટલી હતી અને હવે અંદાજે 30,000થી 32,000 જેટલી વસ્તી છે.ઉપરાંત ગામમાં 20,000 જેટલા ઘર છે.માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. આ ગામ પાસે 7000 કરોડની બેંક અને પોસ્ટ ડિપોઝીટ છે.
આ ગામમાં મુખ્યત્વે NRIs દર વર્ષે કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. આ ગામમાં 17 થી પણ વધુ બેન્ક્સ આવેલી છે અને હજી પણ નવી બેન્ક્સ પોતાની શાખાઓ ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેન્ક્સ હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એક માત્ર ગામ હશે. અહીં HDFC Bank, Indus Bank,PNB Bank, Bank of Baroda,The Bhuj mercantile Bank,Axis Bank, Union Bank,Bank of Maharashtra,Madhapar Corporation Bank, ICICI Bank, Indian Bank,Central Bank of India, Bank of India, SBI Bank, Canera Bank વગેરે જેવી બેંકો આવેલી છે.
સમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે છે જાણીતું માધાપર હાલ ગામની તમામ બેન્ક્સ અને પોસ્ટની ડિપોઝિટ મળી 7000 કરોડની થાપણો ધરાવે છે. આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે. માધાપર ગામની વસ્તી 32 હજાર છે. આ રીતે દરેક વ્યક્તિ દીઠ ડિપોઝિટ લગભગ 18.75 લાખ રૂપિયા થાય છે. આ ગામની આટલી સમૃદ્ધી પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપર વાસીઓ છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારના લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રીસ મેઇન છે
મધ્ય આફ્રિકામાં કન્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો છે, જેમાં માધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે. ત્યાર બાદ, UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગપેસારો કર્યો છે. આ રીતે વિદેશોમાં કમાયને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામ એનઆરઆઇનું સૌથી વધારે પૈસાદાર ગામ છે
ઘણા ગામવાસીઓ વિદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં, તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધાપર સાથે હજી પણ સંકળાયેલા છે તેઓ અત્યારે જે દેશમાં રહે છે તેના બદલે તેમના ગામની બેંકોમાં તેમની બચત જમા કરાવવાનું પસંદ કરે છે. ગામની બેન્ક્સમાં સ્થાનિક લોકો અને એનઆરઆઇનાં નાણાં મળીને 7000 કરોડ રૂપિયા પડ્યા છે જેને કારણે આ ગામમાં આર્થિક સમૃદ્ધિ આવી છે અને ગામ સમૃદ્ધ બન્યું છે
આ ગામમાં પાણી, સેનિટેશન, રોડ-રસ્તા વગેરે સુવિધા છે
ગામમાં ચારેબાજુ છે બંગ્લોઝ પણ છે. તથા સ્કૂલ, હાઇસ્કુલ, તળાવ, ગૌશાળા, મંદિરો, પંચાયત ઘર જેવી સવલતો પણ આવેલ છે.ગામના બાળકોના અભ્યાસ અને સારા ભવિષ્ય અર્થે સરકારી શાળા સાથે પ્રાઇવેટ શાળા પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે