Bhagwant Mann Marriage: પંજાબના CM ભગવંત માન ફરી કરશે લગ્ન, જાણો કોણ બનશે તેમના બીજા પત્ની?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. 

 Bhagwant Mann Marriage: પંજાબના CM ભગવંત માન ફરી કરશે લગ્ન, જાણો કોણ બનશે તેમના બીજા પત્ની?

Bhagwant Maan marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. 

અત્રે જણાવવાનું કે સીએમ ભગવંત માનના 6 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે. તેમની પહેલી પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. બંને બાળકો તેમના પિતાના શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા. તેમના માતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન ફરીથી ઘર વસાવે. માતા અને બહેને જાતે જ છોકરીની પસંદગી  કરી છે. 

- આવતી કાલે ચંડીગઢમાં પંજાબ સીએમના લગ્ન, પહેલા જ બે બાળકોના પિતા છે ભગવંત માન..#PunjabCM #Bhagwantmann #BhagwantMannMarriage #ZEE24Kalak pic.twitter.com/7NRh2lgjtg

— Zee 24 Kalak (@Zee24Kalak) July 6, 2022

સીએમ ભગવંત માન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન તેમના ઘરે એક નાના ખાનગી સમારોહમાં થશે. લગ્નમાં પરિવારના સભ્યો જ હાજરી આપશે. જો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતે બંનેને આશીવાર્દ આપવા સમારોહમાં સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news