આ વસ્તુઓ ખાવાથી સ્પર્મ થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા, હવેથી કેવી રીતે રાખશો સાવધાની?

આજકાલ લોકોના મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે કે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે? શું આ ખરેખર મોટી સમસ્યા છે? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપીશું.

આ વસ્તુઓ ખાવાથી સ્પર્મ થાય છે ડેમેજ, નહીં બની શકો પિતા, હવેથી કેવી રીતે રાખશો સાવધાની?

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. તેના પાછળના કારણો તમને આશ્ચર્યચકિત કરી શકે છે ખાસ કરીને પુરુષો. સામાન્ય રીતે પુરૂષો સ્પર્મ હેલ્થ પર વધુ ધ્યાન આપતા નથી. મોટાભાગના પુરૂષોને ખ્યાલ પણ નથી હોતો કે આહાર અને જીવનશૈલીના કારણે પણ શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ રહી છે.

આજકાલ લોકોના મનમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે કે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા કેમ ઘટી રહી છે? શું આ ખરેખર મોટી સમસ્યા છે? શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જવાબદાર છે? આજે અમે તમને આ તમામ બાબતોના જવાબો આપીશું. આવો જાણીએ કઇ વસ્તુઓ પુરૂષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે, જેના કારણે મોટાભાગના પુરૂષોને પિતા બનવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી ખરેખર સમસ્યા છે?
શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી એ ખરેખર એક મોટી સમસ્યા છે. એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 38 વર્ષમાં પુરૂષોના સ્પર્મ કાઉન્ટમાં 59 ટકાનો ઘટાડો થયો છે. શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે, જેના કારણે મોટાભાગના યુગલોને સંતાન પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

કેમ ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા? શું તેનું કારણ આપણી ડાઈટ છે?
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ શું છે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક લોકો માને છે કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે. જ્યારે, કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે જ્યારે તમે તમારા ફોનને તમારા ખિસ્સામાં રાખો છો, ત્યારે તેમાંથી એક ગરમી બહાર આવે છે, જે સ્પર્મ પર ખરાબ અસર કરે છે. જાડાપણું પણ આનું એક કારણ હોઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્પર્મ કાઉન્ટ ઓછા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આપણે ખોરાકમાં શું ખાઈએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના કારણે આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક અભ્યાસો અનુસાર, કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સ્પર્મ પર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે સ્પર્મ કાઉન્ટને પણ વધારે છે. આવો જાણીએ તે તમામ બાબતો વિશે -

આ વસ્તુઓ શુક્રાણુના સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે

પ્રોસેસ્ડ મીટ
એવા ઘણા અભ્યાસોમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ મીટનું સેવન કરવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. પ્રોસેસ્ડ મીટમાં હોટ ડોગ્સ, સલામી, બીફ, બેકન વગેરેનો સમાવેશ થાય છે. જો કે આ વસ્તુઓ ખાવામાં ઘણી સારી લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ રેડ મીટ ખાવાથી શુક્રાણુઓની સંખ્યા ઘટે છે અને સાથે જ શુક્રાણુઓની મૂવમેન્ટ પણ ઓછી થાય છે.

વધારાની ચરબી-
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ટ્રાન્સ ફેટ હ્રદય રોગનું જોખમ વધારે છે. વર્ષ 2011માં કરવામાં આવેલા એક સ્પેનિશ અભ્યાસમાં સામે આવ્યું હતું કે શરીરમાં ટ્રાન્સ ફેટની વધુ માત્રાને કારણે શુક્રાણુઓની સંખ્યા ઘટવા લાગે છે.

સોયા ઉત્પાદન
સોયા ઉત્પાદનોમાં ફાયટોસ્ટ્રોજેન્સ હોય છે - એસ્ટ્રોજન જેવા કંપાઉન્ડ બહોય છે, જે છોડમાંથી આવે છે. બોસ્ટનના ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરૂષો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ માત્રામાં સોયા ઉત્પાદનોનું સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે.

હાઈ ચરબીવાળા ડેરી ઉત્પાદન
જો કે દૂધ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ તમે તેમાં શુક્રાણુનો સમાવેશ કરી શકતા નથી. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વધુ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની ગતિમાં ઘટાડો થાય છે અને શુક્રાણુના આકારમાં અસમાનતા આવે છે.

આ 3 વસ્તુઓ પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે અને પુરુષોમાં શુક્રાણુના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે..

ફિશ
માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા ઘણી વધારે હોય છે. એવામાં તમે રેડ અથવા પ્રોસેસ્ડ મીટના બદલે ફિશનું સેવન કરી શકો છો.

ફ્રૂટ્સ અને શાકભાજી
ફર્ટિલિટી ક્લિનિકમાં 250 લોકો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ સૌથી વધુ ફળો અને શાકભાજીનું સેવન કર્યું, ખાસ કરીને લીલા શાકભાજી અને બીન્સ, તેમનામાં શુક્રાણુની ગુણવત્તા એકદમ યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, આવી વસ્તુઓનું સેવન ન કરનારા લોકોની સરખામણીમાં આ લોકોમાં શુક્રાણુઓની ગતિશીલતામાં વધારો જોવા મળ્યો હતો.

તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી કારણ કે, છોડમાંથી આવતી દરેક ચીજોમાં કો-એન્ઝાઇમ Q10, વિટામિન સી અને લાઇકોપીન જેવા એન્ટી-ઓક્સિડન્ટ્સ જોવા મળે છે. શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે આ સૂક્ષ્મ પોષકતત્વો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટ
વર્ષ 2012માં થયેલા એક અભ્યાસમાં 21થી 35 વર્ષ સુધીના 117 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. તમામ પુરુષોને 12 અઠવાડિયા સુધી રોજ લગભગ 18 અખરોટ ખાવા માટે આપ્યા હતા. સંશોધનકર્તાઓએ અભ્યાસ પહેલા અને પછી આ પુરુષોના સ્પર્મ પૈરામીટરનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સંશોધનમાં અખરોટ ખાવાથી પુરુષોના વીર્યમાં સુધારો જોવા મળ્યો હતો. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. ઓમેગા 3 ફેટી એસિડ અંડકોષમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જે વીર્યની માત્રા અને ઉત્પાદન બંનેમાં વધારો કરે છે.

શુક્રાણુઓની તંદુરસ્તી સુધારવા માટે કરો આ બાબતો
ઓર્ગેનિક શાકભાજી ખાઓ અને જમતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. પ્રોસેસ્ડ મીટને બદલે માછલી ખાઓ. તળેલા અને જંક ફૂડનો વપરાશ ઓછો કરો. સિગારેટ ન પીવી. જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news