હેલમેટ ન પહેરતાં પોલીસે પકડાવ્યું 2 મીટર લાંબું ચલણ, દંડ જોઇને ચોંકી ગયો યુવક

કર્ણાટક (Karnataka)ની રાજધાની બેંગલુરૂ (Bengaluru)માં એક શાકભાજી વેચનારને હેલમેટ (Helmet) વિના સ્કૂટર ચલાવવું તે સમયે ભારે પડી ગયું જ્યારે પોલીસે સ્કૂટરને કિંમત કરતાં પણ વધુ દંડ ફટકારતા યુવકનું ચલણ   (Challan) ફાડ્યું.

હેલમેટ ન પહેરતાં પોલીસે પકડાવ્યું 2 મીટર લાંબું ચલણ, દંડ જોઇને ચોંકી ગયો યુવક

બેંગલુરૂ: કર્ણાટક (Karnataka)ની રાજધાની બેંગલુરૂ (Bengaluru)માં એક શાકભાજી વેચનારને હેલમેટ (Helmet) વિના સ્કૂટર ચલાવવું તે સમયે ભારે પડી ગયું જ્યારે પોલીસે સ્કૂટરને કિંમત કરતાં પણ વધુ દંડ ફટકારતા યુવકનું ચલણ   (Challan) ફાડ્યું. આ દંડ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘનને લઇને લગાવવામાં આવ્યો છે. 

યુવકને પકડાવ્યું બે મીટર લાંબી ચલણ
મડીવાલાના રહેવાસી અરૂણ કુમારે જણાવ્યું કે શુક્રવારે તેમને ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરવાના કારણે રોક્યા હતા. પરંતુ વ્યક્તિ જ્યારે બે મીટર લાંબું ચલણનો દંડ જોયો તો તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું. જેની કુલ રકમ 42,500 રૂપિયા હતું. અરૂણએ કહ્યું કે આ દંડ તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત કરતાં પણ વધુ છે. 

પોલીસે જપ્ત કર્યું સ્કૂટર
તો બીજી તરફ મદીવાલા પોલીસના અનુસાર તે સમયે અરૂણ કુમાર 77 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેના લીધે હવે તેને કોર્ટમાં 42,500 રૂપિયા ચૂકવવા પડશે. પોલીસે તે સ્કૂટરને જપ્ત કરી લીધું છે. વિભાગ પાસેથી આ જવાબ મળ્યા બાદ અરૂણ કુમારે પૈસાની વ્યવસ્થા કરવા અને તેને કોર્ટમાં ચૂકવણી કરવા માટે થોડો સમય માંગ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news