Beauty in Politics: આ અભિનેત્રીની મદદથી બંગાળમાં જીત મેળવશે BJP? તેની ખૂબસૂરતીના કાયલ છે લોકો

રાજકીય પક્ષો ચૂંટણીટાણે પબ્લીક ફિગર એટલેકે, જાહેર જીવનના જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારીને મત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. હવે જ્યારે બંગાળમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે પણ બંગાળની કામણગારી અભિનેત્રીને પક્ષમાં સામેલ કરીને પ્રચાર-પ્રસારને વધારે ગરમ બનાવી દીધો છે. 

Beauty in Politics: આ અભિનેત્રીની મદદથી બંગાળમાં જીત મેળવશે BJP? તેની ખૂબસૂરતીના કાયલ છે લોકો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બંગાળની જાણીતી અભિનેત્રી પાયલ સરકારે ગુરુવારે ભાજપ જોઈન કરી લીધી છે. તેણે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપની સભ્યતા લીધી. પાયલ ટોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. પાયલની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો લાઈનો લગાવતા હોય છે. હવે પાયલ રેલીઓમાં ભાજપનો પ્રચાર કરતી જોવા મળી રહી છે.

No description available.

1. મોડલ તરીકે કારકિર્દીની શરૂઆત
પાયલ સરકાર પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતાથી છે. પાયલનો જન્મ 10 ફેબ્રુઆરી 1984માં થયો છે. તેણે ગ્રેજ્યુએશન જાધવપુર યુનિવર્સિટીથી પૂરું કર્યું છે. પાયલે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે શરૂ કરી હતી.

No description available.

2. 2006માં આવેલી બંગાળી ફિલ્મથી ડેબ્યુ કર્યુ
પોતાના મોડલિંગના દિવસોથી જ પાયલ સરકારને બંગાળી ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. તેણે પોતાની એક્ટિંગની શરૂઆત વર્ષ 2006માં બંગાળી ફિલ્મ બિબરથી કરી. પાયલ સરકાર અત્યાર સુધી અનેક બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

No description available.

3. અનુરાગ બાસુની હિંદી સિરીયલમાં કામ કર્યું
પાયલ સરકારે ફેમસ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ બાસુની હિંદી સિરીયલ જેવી કે  લવ સ્ટોરી, વક્ત અને લેડીઝ સ્પેશિયલમાં કામ કર્યું છે.

No description available.

4. 2010માં લે ચક્કા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
પાયલ જાણીતા બાંગ્લા મેગેઝીન ઉનિશ કુરીના કવર પેજ પર ચમકી ચૂકી છે. વર્ષ 2010માં ફિલ્મ લે ચક્કા માટે બેસ્ટ અભિનેત્રીનો આનંદલોક એવોર્ડ પણ જીતી ચૂકી છે. કુલ મળીને તે બંગાળી ફિલ્મોની સાથે સાથે હિંદી સિનેમામાં જોવા મળી ચૂકી છે. તેની ગણતરી મોટી અભિનેત્રીઓમાં થાય છે.

No description available.

5. 2015માં હિંદી ફિલ્મમાં કામ કર્યું
પાયલ સરકાર બોલીવુડમાં પણ જોવા મળી ચૂકી છે. તે બોલીવુડ અભિનેતા કુણાલ ખેમુની ફિલ્મ ગુડ્ડુ કી ગનમાં અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news