દાઢી રાખવાનો શોખ ધરાવનારા લોકો માટે ખરાબ સમાચાર, ખાસ વાંચો નહીં તો પસ્તાશો

જો તમને રફ એન્ડ ટફ લૂક આપતી દાઢી બહુ ગમતી હોય તો આ સમાચાર ખાસ વાંચો. 

દાઢી રાખવાનો શોખ ધરાવનારા લોકો માટે ખરાબ સમાચાર, ખાસ વાંચો નહીં તો પસ્તાશો

નવી દિલ્હી: દેશમાં એકબાજુ કોરોના (Coronavirus) ના કેસ ઝડપથી ઘટી રહ્યા જેના કારણે અનેક રાજ્ય સરકારો પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે. પરંતુ આ મહામારી અંગે થઈ રહેલા ખુલાસાઓ ચોંકાવનારા છે. એક એવો ખુલાસો થયો છે જેનાથી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. એવા ખબર આવ્યા છે કે જીવલેણ મહામારીનું સંક્રમણ લોકોની લાંબી દાઢીથી વધી શકે છે. અત્રે જણાવવાનું કે ગત એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ-19 બીમારી સંક્રમિત વ્યક્તિના ઉધરસ ખાવાથી, છીંકવાથી કે શ્વાસની પ્રક્રિયાથી થાય છે. 

દાઢી રાખનારાઓ પર જોખમ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક લેટેસ્ટ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકોની લાંબી દાઢી (beard) પણ કોરોના ફેલાવવામાં ખુબ અસરકારક છે. અત્રે જણાવવાનું કે જ્યાં કેટલાક લોકોની દાઢી કોરોના લોકડાઉન દરમિયાન વધી ગઈ તો કેટલાક લોકોને લાંબી દાઢી રાખવાના શોખ પણ હોય છે. પરંતુ ડોક્ટરના કહેવા મુજબ કોરોનાકાળમાં લાંબી દાઢી જોખમભર્યું છે. 

આ છે મોટું કારણ
લાંબી દાઢીથી કોરોના ફેલાવવાથી લઈને અમેરિકન એકેડમી ઓફ ડર્મિટોલોજિસ્ટના સભ્ય ડોક્ટર એન્થની એમ રોસીનું કહેવું છે કે જો કોઈની દાઢી ખુબ ગાઢ હોય અને મોટી પણ, તો તેમા માસ્ક ફીટ બેસતું નથી. આથી તમારું મોઢું અને નાક યોગ્ય રીતે કવર થઈ શકતા નથી. આવામાં કોરોના વાયરસ તમારી અંદર સરળતાથી પ્રવેશી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે લાંબી દાઢી રાખનારા માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેમના સંપર્કમાં આવતા બીજા માટે પણ જોખમ બની શકે છે, બીજા લોકો પણ કોરોના સંક્રમિત થઈ શકે છે. 

ક્લિન શેવ રહેવું સારું
આ મામલે અમેરિકી વિશેષજ્ઞોનું કહેવું છે કે દાઢીના વાળ ફિલ્ટરનું કામ કરતા નથી કારણ કે તેનું ઊંડાણ ઓછું હોય છે અને તે અતિ સુક્ષ્મ કીટાણુઓને રોકી શકતા નથી. સીડીએસે સ્વીકાર્યું કે દાઢીના વાળ ગાઢ હોવાના કારણે માસ્ક દ્વારા વાયરસ લીકેજ થવાની શક્યતા 20થી 1000 ગણી વધી જાય છે. એજન્સીનું કહેવું છે કે કોવિડકાળમાં તમે ક્લિન શેવ રહો તે જ સારું રહેશે.

દાઢી જેટલી ભરાવદાર એટલું જોખમ વધારે
ભરાવદાર દાઢીવાળા લોકો માસ્ક બરાબર પહેરી શકતા નથી. એટલે કે મોઢા પર જેટલા વધુ વાળ હશે, માસ્ક પહેરવામાં એટલી જ મુશ્કેલી આવી શકે છે. આવામાં રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે લોકોને દાઢી કાઢી નાખવાની સલાહ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news