VIDEO: 17નો ભોગ લેનારા બવાના અગ્નિકાંડ અંગે નોર્થ MCDના મેયરની 'ગુસપુસ' કેમેરામાં કેદ

શનિવારે સાંજે બવાનાની ત્રણ ફેક્ટરીઓમાં લાગેલી આગના કારણે 17 નિર્દોષ જિંદગીઓ આગની ભીષણ જ્વાળાઓમાં સ્વાહા થઈ ગઈ. 

VIDEO: 17નો ભોગ લેનારા બવાના અગ્નિકાંડ અંગે નોર્થ MCDના મેયરની 'ગુસપુસ' કેમેરામાં કેદ

નવી દિલ્હી: શનિવારે સાંજે બવાનાની ત્રણ ફેક્ટરીઓમાં લાગેલી આગના કારણે 17 નિર્દોષ જિંદગીઓ આગની ભીષણ જ્વાળાઓમાં સ્વાહા થઈ ગઈ. એક ફટાકડા ફેક્ટરીના બેઝમેન્ટથી શરૂ થયેલી આ આગે જોત જોતામાં તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેના કારણે 10 મહિલાઓ અને 7 પુરુષોના જીવનદીપ ઓલવાઈ ગયા. આ ઘટના બાદ હવે ફેક્ટરીના લાઈસન્સને જારી કરવાને લઈને રાજકારણ ખેલાઈ રહ્યું છે. એકબાજુ દિલ્હી પ્રદેશ ભાજપના નેતા કેજરીવાલ પર આરોપ લગાવતા રહ્યાં ત્યાં ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હીના મેયર અને ભાજપના નેતા પ્રીતિ અગ્રવાલ ચૂપકે ચૂપકે એવું કહેતા કેમેરામાં કેદ થયા કે 'આ ફેક્ટરીનું લાઈસન્સ આપણી પાસે છે અને આથી આપણે કશું બોલી શકીએ નહીં.'

કેમેરામાં કેદ થઈ ગઈ મેયરની વાતો
વાત જાણે એમ છે કે આ અકસ્માત બાદ નોર્થ દિલ્હી એમસીડીના મેયર અને ભાજપના નેતા પ્રીતિ અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેઓ અકસ્માત સંબંધે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરવાના હતાં. આ પહેલા જ તેઓ  પોતાના સાથી નેતાઓને ધીમા અવાજે કહેવા લાગ્યા કે આ ફેક્ટરીનું લાઈસન્સ આપણી પાસે છે આથી આપણે કશું બોલી શકીએ નહીં. તેમને લાગી રહ્યું હતું કે કદાચ કેમેરો બંધ છે પરંતુ તેમની આ વાતો તેમના જાણબહાર  કેમેરામાં કેદ થઈ ગઈ. 

ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કર્યો અગ્રવાલના નિવેદનનો બચાવ 
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રીતિ અગ્રવાલના નિવેદનનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રીતિ અગ્રવાલે માત્ર એટલું જ પૂછ્યું કે ફેક્ટરી કોના અંદર આવે છે. બસ આ જ ગુસપુસ હતી. વીડિયોમાં બસ 'આ ફેક્ટરી' જ સ્પષ્ટ સંભળાય છે. લોકો આવા સમયે બસ ભાજપ પર દોષનો ટોપલો ઢોળવા માટે નકલી વીડિયો ફેલાવી રહ્યાં છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ વીડિયો રિટ્વિટ કર્યો છે. તેમણે આટલા નીચા સ્તરની રાજનીતિ માટે માફી માંગવી જોઈએ. 

— ANI (@ANI) January 21, 2018

ફેક્ટરીના માલિકની ધરપકડ
આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે ફેક્ટરી પાસે ફટાકડા સ્ટોક કરવાનું લાઈસન્સ હતું? શું તેની પાસે ફાયર વિભાગ કે અન્ય સુરક્ષા સંબંધિત માપદંડોને પૂરા કરવાનું લાઈસન્સ હતું? આ ઘટના બાદ દિલ્હી પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી લીધી છે. સ્પેશિયલ કમિશનર એસ બી કે સિંહે જણાવ્યું કે આ અંગે 285એ અને 304નો ગુનો દાખલ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news