29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા: જાણો રહેમાનના કચ્છી પત્ની સાયરા બાનો અને તેમની લવ સ્ટોરી વિશે

સિંગર અને કમ્પોઝર એ આર રહેમાનના ડિવોર્સ બાદ હવે તેમના પત્ની સાયરા બાનો ખુબ ચર્ચામાં છે. સાયરા બાનો, તેમના પરિવાર અને તેમના ગુજરાત કનેક્શન વિશે પણ જાણો. કેવી રીતે શરૂ થઈ હતી બંનેની લવસ્ટોરી અને વાત લગ્ન સુધી કેવી રીતે પહોંચી હતી. 

રહેમાન-સાયરા બાનોના તૂટ્યા લગ્ન

1/7
image

19 નવેમ્બરે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. જ્યારે સંગીતકાર એ આર રહેમાનના પત્ની સાયરા બાનોના વકીલે તેમના ડિવોર્સ અંગે જણાવ્યું. 29 વર્ષનો સંબંધ તૂટી ગયો. 57 વર્ષના કમ્પોઝર એ આર રહેમાને ડિવોર્સ પર દુખ વ્યક્ત  કર્યું. એ આર રહેમાનના પત્ની સાયરા બાનો કોણ છે અને કેવી રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી તે પણ જાણો.   

અસલ નામ અને ધર્મ

2/7
image

સૌથી પહેલા એ આર રહેમાનના અસલ નામ અને ધર્મ વિશે વાત કરીએ. એ આર રહેમાનનું સાચુ નામ દિલિપ હતું. તેમના પિતા હિન્દુ અને માતા મુસ્લિમ છે. ઘરવાળા હિન્દુ ધર્મ જ ફોલો કરતા હતા. પરંતુ વર્ષ 1984મં તેમણે માતા સાથે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો. આવામાં તેઓ દિલિપકુમારમાંથી અલ્લાહ રખ્ખા રહેમાન બની ગયા. ત્યારે તેમની ઉંમર 23 વર્ષ હતી. 

કોણ છે સાયરા બાનો

3/7
image

એ આર રહેમાનના પત્ની સાયરા બાનો ગુજરાતના કચ્છથી છે. તેમનો જન્મ 1973માં થયો છે. રિપોર્ટ્સ મુજબ તેઓ કચ્છી ગુજરાતી છે, તેઓ કમ્પોઝરથી 7 વર્ષ નાના છે. એકવાર સાયરા બાનોએ જણાવ્યું હતું કે તેઓ અપર મિડલ ક્લાસમાંથી આવે છે. તેઓ તેમના સોશિયલ અને ચેરિટી એક્ટિવિટી માટે પણ જાણીતા છે. તેઓ જરૂરિયાતવાળા લોકોને હેલ્થકેર, એજ્યુકેશન અને વિકાસના કામ માટે મદદ કરે છે.   

પરિવાર અને જીજાજી

4/7
image

સાયરા બાનોના પિતા બિઝનેસમેન છે. તેમની બે બહેનો પણ છે. એક બહેનનું નામ મેહર રહમાન છે. જેમણે સાઉથના જાણીતા એક્ટર રાશિન રહમાન સાથે લગ્ન કર્યા. રાશિન મલિયાલી સિનેમામાં ખુબ પ્રખ્યાત છે. જેમમે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 

રહેમાનની લવ સ્ટોરી

5/7
image

કપલની મુલાકાત અરેન્જ મેરેજ વખતે થઈ હતી. એકવાર પોતાની પ્રેમકહાની વિશે કમ્પોઝરે પોતે જણાવ્યું હતું કે માતાએ જ ચેન્નાઈમાં લકી જોઈ હતી અને તે પરિવાર સાથે વાત કરવા ગઈ હતી. એક કિસ્સો એ પણ મશહૂર છે કે પહેલા એ આર રહેમાનનો પરિવાર સાયરા બાનોની બહેનને જોવા માટે ગયો હતો પરંતુ પછી કિસ્મતે સાયરા અને રહેમાનની જોડી બનાવી દીધી.   

પહેલી મુલાકાત

6/7
image

બંનેની પહેલી મુલાકાત 6 જાન્યુઆરી 1995માં થઈ હતી. ત્યારે કમ્પોઝરનો 28મો બર્થડે હતો. તે ખુબ જ નાની મુલાકાત હતી. બંનેની વાતચીત ફોન પર ખુબ થતી હતી. તે સમયે સાયરા કચ્છી અને ઈંગ્લિશમાં વાત કરતા હતા. ત્યારે કમ્પોઝરે કહ્યું હતું કે તેમણે લગ્ન કરવા હોય તો ઈંગ્લિશમાં વાત કરવી પડશે. અત્રે જણાવવાનું કે રહેમાનના 3 બાળકો છે.   

પહેલા પણ આવી હતી મુશ્કેલીઓ

7/7
image

એકવાર એ આર રહેમાને જણાવ્યું હતું કે તેઓ સાઉથ ઈન્ડિયન ફેમિલીમાંથી આવે છે અને તેમની પત્ની ગુજરાતના કચ્છથી. જ્યારે બંને ડિફરન્ટ જગ્યાના લોકો મળે છે તો પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ મોટી પુત્રી ખાતિજાના જન્મ બાદ બંને વચ્ચે બધુ ઠીક  થઈ ગયું હતું.