મોહલ્લા ક્લીનિકથી ગદગદ થયા પૂર્વ UN ચીફ,કેજરીવાલનાં કર્યા વખાણ

બાન કી મુને કહ્યું કે, તેઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના પ્રાથમિક સ્વાસ્થય માટે જે સેવા આપી રહ્યા છે તેમની પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણથી ખુબ જ પ્રભાવિત અને ગદગદ છે

મોહલ્લા ક્લીનિકથી ગદગદ થયા પૂર્વ UN ચીફ,કેજરીવાલનાં કર્યા વખાણ

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રનાં પૂર્વ મહાસચિવ બાન કી મુને નોર્વેનાં પૂર્વ વડાપ્રધાન ગ્રો હર્લેમ બ્રંડલેંડની સાથે આમ આદમી પાર્ટી સરકારનાં મહોલ્લા ક્લીનિક યોજના હેઠળ બનેલા સ્વાસ્થય સુવિધા કેન્દ્રની શુક્રવારે મુલાકાત લીધી હતી અને તેનાં ખુબ વખાણ પણ કર્યા હતા. 

મૂન અને બ્રંટલેંડે પીરાગાઢીમાં મહોલ્લા ક્લીનિક અને પસ્ચિમ વિહાર વિસ્તારમાં એક પોલીક્લિનિકની મુલાકાત લીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન આ દરમિયાન તેમની સાથે હાજર હતા. મૂને કહ્યું કે, તેઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈન આ દરમિયાન તેમની સાથે હાજર હતા. 

મૂને કહ્યું કે, તેઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સ્વાસ્થય સારસંભાળ આપવા માટેની કેજરીવાલની પ્રતિબદ્ધતા તથા દ્રષ્ટીકોણથી ખુબ જ પ્રબાવિત અને ગદગદ છે. તેમણે કહ્યું કે, મોહલ્લા ક્લીનિક અને પોલીક્લીનિક તેનું ઉત્તમ ઉદાહરણ છે. હું આશા વ્યક્ત કરૂ છું કે કેન્દ્ર સરકારના સ્તર પર પણ તેમાં વધારે અધિક સહયોગ મળશે. 

 Ban Ki-moon 'deeply impressed' by Delhi's Mohalla Clinic project

કેજરીવાલે મુન અને બ્રંટલેંડને મોહલ્લા ક્લીનિકોની સ્થાપનામાં આવેલ અનેક રાજનીતિક અડચણો અને તેમાં થયેલી દખલ અંદાજીઓ અંગે માહિતી આપી હતી. જો કે તેમણે કેન્દ્ર સરકારનું નામ લેવાનું ટાળ્યું હતું. 

તેમણે પત્રકારોને કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં અનેક બાધાઓનાં કારણે અમે ગણા એવા કામ છે જે નથી કરી શક્યા પરંતુ વિવિધ કોર્ટનાં ચુકાદાઓ બાદ અમને આશા છે કે આગામી થોડા મહિનાઓમાં 1000 મહોલ્લા ક્લિનીકની સ્થાપના કરી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૂન અને બ્રંટલેંડ એક સંગઠનનાં પ્રતિનિધિમંડળ તરીકે ભારતની મુલાકાતે આવેલા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનના મહાનિર્દેશક રહી ચુકેલ બ્રટલેંડે કહ્યું કે, મહોલ્લા ક્લીનિક અને પોલીક્લીનિમાં થનારા કાર્યો ખુબ જ પ્રભાવિત કરનારા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news