'આ અમારો છેલ્લો સંદેશ છે, કોંગ્રેસ છોડી દો...', બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી

Bajrang Punia News: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થનાર રેસલર બજરંગ પૂનિયાને જાનથી મારવાની ધમકી મળી છે. વિદેશી નંબરથી તેની પાસે મેસેજ આવ્યો છે.

'આ અમારો છેલ્લો સંદેશ છે, કોંગ્રેસ છોડી દો...', બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી

Bajrang Punia News: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સામેલ થનાર બજરંગ પૂનિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિદેશી નંબરથી તેને વોટ્સએપ પર મેસેજ આવ્યો છે. પરંતુ બજરંગ પૂનિયાએ તેની ફરિયાદ સોનીપતના બહાલગઢ પોલીસ સ્ટેશનમાં કરી છે.

હકીકતમાં શુક્રવારે રેસલર બજરંગ પૂનિયા કોંગ્રેસમાં સામેલ થયો હતો અને આ દિવસે તેને કિસાન કોંગ્રેસના વર્કિંગ ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે. તેના બે દિવસ બાદ પણ બજરંગ પૂનિયાને જાનથી મારવાની ધમકી મળી છે. કોંગ્રેસમાં સામેલ થયા બાદ બજરંગને વિદેશી નંબર પરથી મેસેજ આવ્યો, જેમાં લખ્યું, 'બજરંગ કોંગ્રેસ છોડી દે બાકી તારા અને તારા પરિવાર માટે સારૂ થશે નહીં. આ અમારો છેલ્લો સંદેશ.'

શું બોલી પોલીસ
તો ધમકીને લઈને બજરંગ પૂનિયાએ સોનીપતના બહાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ પ્રવક્તા રવિન્દ્ર સિંહે કહ્યું- બજરંગ પૂનિયાએ સોનીપતના બહાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેને બહારના નંબરથી મેસેજ પ્રાપ્ત થયો છે. તેની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે. આ તપાસનો વિષય છે. તપાસ ચાલી રહી છે. 

તમને જણાવી દઈએ કે કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના તત્કાલીન વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોને લઈને વિરોધ પ્રદર્શનનો ભાગ હતા. બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનો બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news