એવો પુલ જેની ઉપરથી ટ્રેન અને નીચેથી જશે પાણીવાળું જહાજ! જાણો ગુજરાતથી કેટલે દૂર બને છે આ બ્રિજ
નવો પુલ Scherzer rolling lift મોડલ પર કામ કરશે અને 90 ડિગ્રીના ખૂણે ઉપર તરફ ખૂલી જશે. આ ટ્રેન અને સમુદ્રી જહાજ માટે ક્રોસ પાસિંગનું કામ કરશે.
Trending Photos
ચેન્નઈ: દક્ષિણ ભારતના તમિલનાડુમાં દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ ઝડપથી બનીને તૈયાર થઈ જશે. 9 નવેમ્બર 2019ના રોજ નવા પંબન બ્રિજનું નિર્માણ શરુ થયું હતું અને આગામી માર્ચ સુધી તે પૂરો થઈ જવાની સંભાવના છે. પંબન પુલથી તીર્થયાત્રીઓ અને પેસેન્જર ટ્રેન માટે રામેશ્વરમ અવર-જવર કરવામાં સરળતા રહેશે.
ટ્રેન અને સમુદ્રી જહાજો માટે ક્રોસ પાસિંગનું કામ કરશે બ્રિજ:
અત્યાર સુધી રામેશ્વરમ જૂના પંબન બ્રિજ સાથે જોડાયેલું હતું. 1914માં આ જૂના પુલ પર અવરજવર શરૂ થઈ હતી. નવો પુલ Scherzer rolling lift મોડલ પર કામ કરશે અને 90 ડિગ્રીના ખૂણે ઉપર તરફ ખૂલી જશે. આ ટ્રેન અને સમુદ્રી જહાજો માટે ક્રોસ પાસિંગનું કામ કરશે. એટલે પાણીવાળા જહાજને પસાર થવા માટે ઉપરનો ભાગ ખૂલી જશે. અને જહાજ પસાર થયા પછી ટ્રેક પાછો જોડાઈ જશે.
250 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ:
રેલવે મંત્રાલયની પરિયોજના પ્રમાણે તેમાં 250 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. આ પુલ 2.2 કિલોમીટર લાંબો હશે. તેની નવી ટેકનિક ટ્રેનને વધારે સ્પીડ અને વધારે વજન લઈ જવાની સુવિધા આપશે. આ પુલના તૈયાર થવાથી પ્રવાસીઓની અવરજવરને પ્રોત્સાહન મળશે.
નવા પુલમાં એક જ ગડર હશે:
જૂના પુલની સરખામણીએ નવા પુલમાં એક જ ગડર હશે. સ્ટીમર કે પાણીવાળા જહાજને પસાર થતાં સમયે ઉપરનો જે ભાગ ઉંચો થશે તે 63 મીટર લાંબો હશે. જે સમાંતર સમુદ્ર તળથી 22 મીટર ઉંચુ રહેશે. તેની નીચેથી પાણીવાળા જહાજ પસાર થઈ શકશે.
માર્ચ 2022 સુધી તૈયાર થઈ જશે નવો બ્રિજ:
આ પુલ ઈલેક્ટ્રો-મિકેનિકલ સિસ્ટમ પર આધારિત હશે. જે ટ્રેન કંટ્રોલ સિસ્ટમની સાથે તાલમેલ સાધીને કામ કરશે. હાલમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્માણાધીન પુલની તસવીરો ટ્વીટર પર શેર કરી હતી. તેમણે માર્ચ 2022 સુધી તેનું નિર્માણ કાર્ય પૂરું થવાની સંભાવના વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે