જાણીતા કથાવાચક જયા કિશોરી પર ખુલીને બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, લગ્ન પર કહી આ વાત

લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન વિશે જાણવા ખુબ ઈચ્છુક છે. લગ્ન સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે તે જરૂર કરશે અને ગૃહસ્થ પરંપરામાં જશે. તેમાં કંઈ ખોટું નથી. 

જાણીતા કથાવાચક જયા કિશોરી પર ખુલીને બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, લગ્ન પર કહી આ વાત

નવી દિલ્હીઃ Bageshwar Dham sarkar news: મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. તેમના પર અંધ વિશ્વાસથી લઈને જાદૂ સુધીના આરોપ લાગી રહ્યાં છે. તેમણે આ આરોપોને નકારતા દાવો કર્યો છે કે તેમના પર ભગવાનના આશીર્વાદ છે. સતત ચર્ચામાં રહેવાને કારણે લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જાણવા ઈચ્છે છે. લોકો તેમના લગ્ન વિશે જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા પર જાણીતા કથાવાચક જયા કિશોરી અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ જોડવામાં આવી રહ્યું છે. બંનેના ભવિષ્યમાં લગ્નને લઈને અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. આ દરેક અફવાઓને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ નકારી દીધી છે. તેમણે જયા કિશોરીની સાથે નામ જોડાવા પર વિસ્તારથી પોતાની વાત સામે રાખી છે. 

એક ઈન્ટરવ્યૂમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ કે, કોઈ સાથે તેમનું નામ જોડવું જોઈએ નહીં. જયા કિશોરીને પોતાની બહેન ગણાવી અને કહ્યું કે, બંનેની ક્યારેય વાત થઈ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કથામાં બંને (જયા કિશોરી અને ધીરેન્દ્ર શાસ્ત્રી) સાથે આવ્યા છે? તેના પર બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે જવાબ આપ્યો કે અમે લોકો ક્યારેય મળ્યા નથી. આ માત્ર ટીઆરપી અને હિટ્સ માટે અફવાઓ ચાલે છે. 

આ સિવાય ઈન્ટરનેટ પર લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન વિશે જામવા માટે પણ ઈચ્છુક છે. લગ્ન સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, તે જરૂર કરશે અને ગૃહસ્થ પરંપરામાં જશે. તેમાં કંઈ ખોટુ નથી. બધાના મોઢા બંધ કરી શકાય નહીં. મને ખબર છે કે મિશનરીવાળા અમારો પીછો છોડવાના નથી. આજે અમને પડકાર માટે ટાર્ગેટ ક્યા હતા, જેમાં અમે લોકો પાસે થઈ ગયા. હવે તે કોઈ નવો પડકાર ઉભો કરશે. તેમણે કહ્યું કે સાધુને પાડવાની બે રીત છે. એક રૂપિયો અને બીજી સ્ત્રી છે. અમે રૂપિયા લેતા નથી અને સ્ત્રીનને લઈને પણ ટાર્ગેટ ન કરવામાં આવે તો હું લગ્ન કરીને તેને ખતમ કરી દઈશ.

જાણો કોણ છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી?
ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારના નામથી જાણીતા છે. તે એક જાણીતા કથાવાચક છે. બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુરના ગઢા ગામમાં છે. ત્યાં સ્થિત બાલાજી મંદિરને જ બાગેશ્વર ધામ કહેવામાં આવે છે. આ મંદિરમાં દાદા ગુરૂ ભગવાન દાસ ગર્ગની સમાધિ છે. નાની ઉંમરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દાદા ગુરૂની સાથે બાલાજી મંદિર આવતા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં બાગેશ્વર ધામ સરકારે જણાવ્યું હતું કે તે એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાવી રહ્યાં છે, જે કેટલાક વર્ષોમાં પૂરુ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news