બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીની અપીલ- અડવાણી, જોશી સહિત બધાને દોષમુક્ત કરી સમાપ્ત કરો મામલો


 અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી દેવાના મામલામાં ચુકાદાના બે સપ્તાહ પહેલા બાબરી મસ્જિદ કેસ (Babri Masjid Case)ના  પક્ષકાર ઇકબાલ અંસારીએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને બધા આરોપીઓને દોષમુક્ત કરાવવાની અપીલ કરી છે.

  બાબરીના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીની અપીલ- અડવાણી, જોશી સહિત બધાને દોષમુક્ત કરી સમાપ્ત કરો મામલો

અયોધ્યાઃ અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી દેવાના મામલામાં ચુકાદાના બે સપ્તાહ પહેલા બાબરી મસ્જિદ કેસ (Babri Masjid Case)ના  પક્ષકાર ઇકબાલ અંસારીએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટને બધા આરોપીઓને દોષમુક્ત કરાવવાની અપીલ કરી છે. અંસારીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ સહિત બધા 48 આરોપીઓને નિર્દોષ ઠેરવવાની અપીલ કરતા આ સમગ્ર મામલાને પૂરો કરવાની વિનંતી કરી છે.

ઇકબાલ અંસારીએ એક ચેનલ સાથે વાતચીતમા કહ્યુ, 'બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આરોપીઓમાંથી ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે. જે જીવે છે, તે હવે વૃદ્ધ થઈ ગયા છે. હું ઈચ્છુ છું કે બધા કેસ હટાવી દેવામાં આવે અને આ મામલાને ખતમ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોઈ વિવાદ બાકી નથી.' 28 વર્ષ જૂના આ મામલામાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી રિતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય સહિત 32 આરોપી છે. 

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂરો થયો વિવાદ
હાશિમ અંસારીના પુત્ર ઇકબાલે સાથે દેશના સામાજીક માળખાને મજબૂત કરવા માટે હિન્દુ મુસ્લિમો વચ્ચે આપસી સોહાર્દની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઘણા વર્ષોથી ચાલતા વિવાદનો અંત થઈ ગયો અને હવે રામ મંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે અયોધ્યામાં વિવાદિત માળખા વિધ્વંસ મામલામાં વિશેષ સીબીઆઈ કોર્ટે બધા પક્ષની દલીલો, જુબાની, કેટેકિઝમ સાંભળ્યા બાદ 1 સપ્ટેમ્બરે મામલાની સુનાવણી પૂરી કરી લીધી હતી. 

165 વર્ષ બાદ આવ્યો છે આવો સંયોગ, પિતૃ પક્ષ બાદ તરત નહિ શરૂ થાય નવરાત્રિ

30 સપ્ટેમ્બરે આવશે બાબરી કેસમાં ચુકાદો
અયોધ્યામાં બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બરે ચુકાદો આપશે. સીબીઆઈ કોર્ટે આદેશ જારી કરીને ચુકાદાના દિવસે આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિવાદિત માળખાને કારસેવકોએ 6 ડિસેમ્બર 1992ના પાડી દીધો હતો.

સીબીઆઈની વિશેષ કોર્ટે આદેશ જારી કરી બધા આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે. આ કેસમાં કુલ 48 આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ ચાલી રહી હતી, જેમાં 16ના મૃત્યુ થઈ ગયા છે. બાકી 32 લોકો કોર્ટમાં હાજર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news