UP: ઝાડની ટોચ પર ચડીને બેસતા આ સાધુને જોવા લાંબી લાઈનો લાગી, પોલીસ પણ ખડેપગે

તમે સાધુ સંતોને યોગ અને ધ્યાન  કરતા તો જોયા હશે. પરંતુ ક્યારેય કોઈ એવા સાધુને જોયો છે જે ઝાડ પર ચડીને બેસતો હોય.

UP: ઝાડની ટોચ પર ચડીને બેસતા આ સાધુને જોવા લાંબી લાઈનો લાગી, પોલીસ પણ ખડેપગે

બહરાઈચ: તમે સાધુ સંતોને યોગ અને ધ્યાન  કરતા તો જોયા હશે. પરંતુ ક્યારેય કોઈ એવા સાધુને જોયો છે જે ઝાડ પર ચડીને બેસતો હોય. ઝાડની ડાળી પર આરામ ફરમાવતો હોય. ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં મહસી તહસીલ વિસ્તારમાં આવેલા બાલાસરાય ગામમાં એક હનુમાન મંદિર છે. આ મંદિરની પાસે એક 60 ફૂટતી વધુ ઊંચું અશોક ઝાડ છે. આ ઝાડની ડાળીઓ પર એક ચમત્કારિક બાબા ટોચ પર આસન લગાવીને બેસી રહે છે. અશોક વૃક્ષના પાંદડાઓ પર જ જ બાબા રાતે સૂવે છે અને સવાર પડતા જ ઝાડ પરથી ઊતરીને નીચે આવે છે. 

આ ચમત્કારિક બાબાને જોવા માટે લોકોની લાઈન લાગે છે. બાબાને જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. લોકોને સમજમાં નથી આવતું કે આ બાબાનો કોઈ ચમત્કાર છે કે તરકીબ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા આ બાબા અહીં આવ્યાં તેમણે કહ્યું કે આ ગામમાં ઘણા દિવસોથી કોઈ ભંડારો થયો નથી. અહીં ભંડારો થવો જોઈએ. આ બાબા કોણ છે અને ક્યાંથી આવ્યાં છે તે કોઈને ખબર નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બાબાએ પોતાના અંગે કશું જણાવ્યું નથી. 

બાબાના આ કરતબની ખબર આગની જેમ ફેલાઈ ગઈ છે. લોકો દૂર દૂરથી તેમને જોવા માટે આવે છે. વધતી ભીડને જોતા વિસ્તારના એસપીએ ગામમાં સુરક્ષાકર્મીઓ તહેનાત કર્યા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે લોકો દુર્લભ બાબાને અશોક બાબા, બંદરિયા બાબા, ચમત્કારિક બાબા, બજરંગીબાબા, અને કેટલાક લોકો તો પ્રેત બાબાના નામથી પણ બોલાવે છે. કહેવાય છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસથી આ ચમત્કારિક બાબા રોજ ઝાડની ટોચ પર આરામ કરતા જોવા મળી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news