આઝમ ખાનની કોંગ્રેસને 'ગર્ભિત ધમકી'- UPમાં 'મત કાપવાનું' કામ ન કરતા, નહીં તો....

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરથી ધારાસભ્ય આઝમ ખાને પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસને સૂચન આપ્યું છે. સલાહ આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસ મત કાપવાનું કામ ન કરે. જો કોંગ્રેસે આમ કર્યું તો તેમણે પણ કોંગ્રેસ પાર્ટીનો અસલ ચહેરો જમાત સામે દેખાડવો પડશે. 

આઝમ ખાનની કોંગ્રેસને 'ગર્ભિત ધમકી'- UPમાં 'મત કાપવાનું' કામ ન કરતા, નહીં તો....

રામપુર: સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરથી ધારાસભ્ય આઝમ ખાને પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસને સૂચન આપ્યું છે. સલાહ આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસ મત કાપવાનું કામ ન કરે. જો કોંગ્રેસે આમ કર્યું તો તેમણે પણ કોંગ્રેસ પાર્ટીનો અસલ ચહેરો જમાત સામે દેખાડવો પડશે. 

પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશ ઉપર રામપુરમાં આઝમ ખાન બોલ્યા કે આ કહેવું ખોટું છે કે તેઓ હવે એક્ટિવ પોલિટિક્સમાં આવ્યાં છે. ત્રણ રાજ્યોમાં સરકાર આવી ગઈ છે તો એક્ટિવ નામ આપી દીધુ. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં મત  કાપવાનું કામ ન કરે. આ મારી ધમકી નહીં પણ સૂચન સમજો. આઝમ ખાને કહ્યું કે રાહુલ અને પ્રિયંકા પાસેથી કોઈ સવાલ જવાબ નથી જોઈતા. અમારે જે પણ જવાબ જોઈશે તે કોંગ્રેસ પાસેથી જોઈશે. 

મહાગઠબંધન પર આઝમ ખાને કહ્યું કે દેશની વસ્તીના એક મોટાભાગનું કોઈ પ્રતિનિધિત્વ નહતું. બધાનો એજન્ડા સોફ્ટ હિન્દુત્વ થઈ ગયો. તેમણે કહ્યું કે અમે કહીએ છીએ કે અમારા મતનો અધિકાર ખતમ કરે, પછી કોઈ મુદ્દે વિવાદ નહીં થાય. 

આ બાજુ ચૂંટણી ઈવીએમથી કરવાની વાત પર ભડકેલા આઝમ ખાને કહ્યું કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારને આધીન છે. જે કેન્દ્ર સરકાર કહેશે તે જ કરશે. તેમણે કહ્યું કે દેશની સામે ચૂંટણી પંચની શું હેસિયત છે? જે દેશની જનતા ઈચ્છશે તે થશે. પરંતુ તે માટે જયપ્રકાશ નારાયણ જોઈએ. 

સાધુઓના પેન્શન મામલે આઝમ ખાને યુપીના સીએમનું નામ લીધા વગર  કહ્યું કે તેઓ યુપીના માલિક છે. જે મન ફાવે તે કરે. તેમણે કહ્યું કે કુંભ 2019માં મહાકુંભથી 5 ગણો વધારે ખર્ચ થયો. આસ્થાના આ પર્વને રાજનીતિનું પર્વ બનાવી દેવાયં. પરંતુ લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news