10માંથી 5% માત્ર મુસ્લિમોને આપો, ગામ વસ્યું નહી અને લૂંટારા આવી ગયા
આઝમ ખાને જણાવ્યું કે, મુસ્લિમોને પહેલાથી જ અન્યાય થતો રહ્યો છે માટે તેમને 5 ટકા અનામત આપવું જોઇએ
Trending Photos
રામપુર : કેન્દ્રની મોદી સરકાર દ્વારા સવર્ણોને આર્થિક રીતે અનામત આપવાને 10 ટકા અનામત આપવાનાં નિર્ણય અંગે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને મુસલમાનો મુદ્દે સવાલ કર્યો છે. સવર્ણોને 10 ટકા અનામત આપવાનાં નિર્ણય પર યૂપીના પૂર્વ મંત્રીએ કહ્યું કે, 5 રાજ્યોમાં પરાજય બાદ મોદી સરકારનો આ નિર્ણય આવ્યો છે. તેમણે કહ્યું કે, મારે તેમાં જાણવું છે કે તે અંગે 10 ટકા અનામતમાં આર્થિક રીતે પછાત સવર્ણ મુસલમાનોને કેટલું મળશે ?
આઝમ ખાને 10% માંથી 5 ટકા અનામત મુસ્લિમોને આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે, મુસ્લિમો પાસે 5 ગજ જમીન પણ નથી એટલા માટે તેમનો હક સૌથી વધારે બને છે. સપા નેતાએ કહ્યું કે, જો તેને સંવૈધાનિક પરિવર્તનમાં દેશની બીજી સૌથી મોટી વસ્તી અંગે વિચાર નથી થઇ રહ્યું તો તે અંગે અનામતનો અર્થ શું છે ? આમ છતા એકવાર ફરીથી ચૂંટણીના સમય કમ્યુનલ કાર્ડ રમવામાં આવી રહ્યું છે. જો કોઇ સ્ટ્રોક નથી અમારી માંગ છે કે એક્ટમાં અમારા માટે પણ પ્રાવધાન આપવામાં આવે. અમને 5 ટકા આપવામાં આવે.
મુસ્લિમોને અનુસૂચિત જાતીની શ્રેણીમાં રાખવામાં આવે.
આઝમ ખાને કહ્યું કે, જો અનામત આપવું જ હતું તો શરૂઆતમાં આપી હોત તો સમય જતો રહ્યો. અમને પણ અનામત આપવામાં આવે અમારી પરિસ્થિતી દલિતોથી બદતર છે. અમે માંગ કરી છે કે અમને દલિતોની કેટેગરીમાં રાખવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે