એલકે અડવાણી અને એમએમ જોશી વીડિયો કોન્ફરન્સથી જોશે ભૂમિ પૂજન, બન્યો આ પ્લાન


વહીવટી તંત્ર આ નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજન દેખાડવાની વ્યવસ્થા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, 10 એવા મોટા નામોની યાદી તૈયાર છે.
 

 એલકે અડવાણી અને એમએમ જોશી વીડિયો કોન્ફરન્સથી જોશે ભૂમિ પૂજન, બન્યો આ પ્લાન

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજનનો (ayodyhya bhoomi pujan) કાર્યક્રમ છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાજર રહેશે. તો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અન્ય વૃદ્ધ નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજનનો કાર્યક્રમ દેખાડવામાં આવશે. 

વહીવટી તંત્ર આ નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજન દેખાડવાની વ્યવસ્થા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, 10 એવા મોટા નામોની યાદી તૈયાર છે જે અયોધ્યા આવી રહ્યાં નથી, પરંતુ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિ પૂજન અયોધ્યાનો કાર્યક્રમ જોશે અને તેમાં જોડાશે. 

સૂત્રોએ જણાવ્યું કે, ભૂમિ પૂજનના દિવસે મંચ પર પીએમ મોદી સહિત કુલ પાંચ લોકો ઉપસ્થિત રહેશે. મંચ પર પીએમ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, નૃત્ય ગોપાલ દાસ સિવાય અન્ય બે સંત રહેશે. આ સિવાય કોઈ નેતા મંચ પર હાજર રહેશે નહીં. 

વિશાખાપટ્ટનમઃ હિન્દુસ્તાન શિપયાર્ડમાં અચાનક ક્રેન તૂટી નીચે પડી, અત્યાર સુધી 11ના મોત

મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી સિવાય અવધેશાનંદ સરસ્વતી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, રામચંદ્રાચાર્ય, ઇકબાલ અંસારી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહ અને વિનય કટિયારને ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં કોઈ કેન્દ્રીય મંત્રી સામેલ થશે નહીં. ઉંમર, સ્વાસ્થ્ય અને કોરોના સંકટને જોતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની અયોધ્યા જવાની સંભાવના પહેલાથી ઓછી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news