કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ ઉકેલાયો નહીં, તેણે હંમેશા હિન્દુ-મુસલમાનોને લડાવ્યા- ઈકબાલ અન્સારી

અયોધ્યા વિવાદ મામલે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. અન્સારીએ કહ્યું કે કોંગ્રેસના કારણે અયોધ્યા વિવાદ ઉકેલાયો નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા હિન્દુ મુસ્લિમોને લડાવ્યાં છે.

કોંગ્રેસના લીધે અયોધ્યા વિવાદ ઉકેલાયો નહીં, તેણે હંમેશા હિન્દુ-મુસલમાનોને લડાવ્યા- ઈકબાલ અન્સારી

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. અન્સારીએ કહ્યું કે કોંગ્રેસના કારણે અયોધ્યા વિવાદ ઉકેલાયો નહીં. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા હિન્દુ મુસ્લિમોને લડાવ્યાં છે. તેમણે કહ્યું કે અયોધ્યા વિવાદ કોંગ્રેસની જ દેણ છે. અયોધ્યામાં પ્રિયંકા ગાંધી ફક્ત રાજકારણ રમી રહ્યાં છે. તેઓ ફક્ત રાજનીતિ કરવા અહીં આવ્યાં છે. દર્શન પૂજાથી કોઈ રાજકીય ફાયદો થવાનો નથી. 

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. પ્રવાસના ત્રીજા દિવસે તેઓ અયોધ્યા પહોંચ્યા છે. અમેઠીના મોહનગંજ પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફૂલોની માળી પહેરાવીને સ્વાગત કર્યું હતું. મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી હનુમાનગઢીના દર્શન કરીને ત્યાં પૂજા કરશે, પરંતુ રામલલ્લાના દર્શન કરશે નહીં. પ્રિયંકા ગાંધી હનુમાનગઢીમાં મહંત જ્ઞાનદાસની પણ મુલાકાત કરશે. આ મુલાકાતમાં મહંત જ્ઞાનદાસ રામ મંદિર પર ચર્ચા કરશે. અત્રે જણાવવાનું કે પ્રિયંકા ગાંધી અગાઉ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાહુલ ગાંધી પણ હનુમાનગઢી અયોધ્યાના રાજા હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ લીધા છે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત 8 માર્ચના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ અયોધ્યા વિવાદ મામલાને વાતચીતથી ઉકેલવા માટે 3 સભ્યોની મધ્યસ્થતા સમિતિ બનાવી છે. આ સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ કલીફુલ્લા છે. તેમની સાથે આર્ટ ઓફ લીવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ પણ સમિતિના સભ્ય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા 3 સભ્યોની સમિતિએ ગત 13 માર્ચના રોજ બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદને ઉકેલવા માટે બુધવારે પોતાની પહેલી બેઠક ફૈઝાબાદમાં યોજી હતી. અવધ વિશ્વવિદ્યાલયના પરિસરમાં ગેસ્ટ હાઉસ તરફ જતા માર્ગ પર સુરક્ષા ચુસ્ત કરાઈ હતી. 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અમે વિવાદની પ્રકૃતિ પર વિચાર કર્યો છે. આ મામલે પક્ષકારો વચ્ચે સર્વસંમતિનો અભાવ હોવા છતાં, અમારા વિચાર છે કે મધ્યસ્થતા દ્વારા વિવાદને ઉકેલવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. 

મુસ્લિમ પક્ષકારોએ મધ્યસ્થતા પર સહમતિ વ્યક્ત કરી હતી પરંતુ હિન્દુ પક્ષકારોએ તેનો વિરોધ કર્યો હતો. હિન્દુ પક્ષકારે કહ્યું હતું કે તેમના માટે ભગવાન રામનું જન્મસ્થાન નિષ્ઠા તથા માન્યતાનો વિષય છે અને તેઓ આ મધ્યસ્થતામાં વિપરિત સ્થિતિમાં જઈ શકે નહીં. 

અત્રે જણાવવાનું કે અલાહાબાદ હાઈકોર્ટે 2010માં પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વિવાદાસ્પદ સ્થળના ત્રણ ભાગ પાડવામાં આવે. જેમાં નિર્મોહી અખાડા, રામલાલ્લા અને સુન્ની વક્ફ બોર્ડને એક એક ભાગ વહેંચી દેવામાં આવે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news