અયોધ્યા મુદ્દે 29મી તારીખે ફરીથી ટળી સુનવણી, જસ્ટિસ બોબડે હાજર નથી

અયોધ્યા મુદ્દે સુનવણી માટે બનાવાયેલી નવી બેંચના જસ્ટિસ બોબડે હાજર નહી હોવાનાં કારણે સુનવણી ટળી પરંતુ આગામી તારીખ અંગે હજી અનિશ્ચિતતા

અયોધ્યા મુદ્દે 29મી તારીખે ફરીથી ટળી સુનવણી, જસ્ટિસ બોબડે હાજર નથી

નવી દિલ્હી : અયોધ્યા મુદ્દે સુનવણી એકવાર ફરીથી ટળી ગઇ છે. આ મુદ્દે મંગળવારે 29 જાન્યુઆરીએ સુનવણી થવાની હતી. જો કે તેના માટે બનાવાયેલી બેંચમાં રહેલા બોબડે હાજર નહી હોવાનાં કારણે આ સુનવણી ટળી ગઇ છે. હજી સુધીઆ મુદ્દે સુનવણીની આગામી તારીખ પણ નક્કી થઇ નથી. અગાઉ પીઠે રચનામાં રહેલા યુયુ લલિત હટી જવાનાં કારણે પણ આ સુનવણીમાં મોડુ થયું હતું. 

અગાઉ 25 જાન્યુઆરીએ અયોધ્યા મુદ્દે સુનવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નવી બેંચની રચના કરી હતી. હવે આ બેંચમાં સીજેઆઇ રંજન ગોગોઇ ઉપરાંત એસએ બોબડે, જસ્ટિસ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. ગત્ત બેચમાં કોઇ મુસ્લિમ જસ્ટિસ નહી હોવાનાં કારણે અનેક પક્ષો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. 

અગાઉ બનેલી પાંચ જજોની પીઠમાં જસ્ટિસ યૂયૂ લલિતનો સમાવેશ થતો હતો, પરંતુ તેમના પર મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવને સવાલ ઉઠાવ્યા હતા. ત્યાર બાદ તેઓ પીઠમાંથી હટી ગયા હતા. જો કે ત્યાર બાદ ચીફ જસ્ટિસે નવી પીઠ રચવાનો નિર્ણય લીધો હતો. નવી બેંચમાં રહેલા જજ ભૂષણ અને નઝીર પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની ત્ણ જજોની બેંચમાં હતા. જેમણે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની શરૂઆતી સુનવણી કરી હતી. સુનવણી દરમિયાન મુસ્લિમ પક્ષનાં વકીલે માંગ કરી હતી કે આ મુદ્દે જસ્ટિસ દીપક મિશ્રાની ત્રણ જજોનાં બદલે 5 જજોની બેંચ દ્વારા કરાવવામાં આવે. 

જ્યારે ત્રણ જજોની બેંચમાં 2-1ની બહુમતીથી નિર્ણય મુદ્દે 5 જજોની બેંચ પાસે મોકલવાની માંગને ફગાવી દીધી હતી. ત્યારે જસ્ટિસ ભૂષણે આ જજમેન્ટ લખ્યું હતું. જેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ભૂષણે મુસ્લિમ પક્ષની માંગને ખોટી ઠેરવી હતી. જ્યારે જસ્ટિસ નઝીરે તે મુદ્દે મુસ્લિમ પક્ષની માંગને યોગ્ય ગણાવીને આ મુદ્દે સુનવણી 5 જજો પાસે કરાવવાની વાત કરી હતી. ત્યાર બાદ ચીફ જસ્ટિસ મિશ્રા રિટાયર થઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news