Atique Ashraf Murder Case: પત્રકારોના વેશમાં આવ્યાં હતા હુમલાખોર, ઘટનાને પગલે સમગ્ર યુપીમાં હાઈઅલર્ટ

Atique Ahmed Latest News: આ હુમલો ત્યારે થયો જ્યારે અતીક મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યો હતો. હુમલાખોરે માફિયાના માથા પર પિસ્તોલ તાકી હતી.

Atique Ashraf Murder Case: પત્રકારોના વેશમાં આવ્યાં હતા હુમલાખોર, ઘટનાને પગલે સમગ્ર યુપીમાં હાઈઅલર્ટ

Atique Ahmed Killing: માફિયા બ્રધર્સ અતીક અહેમદ અને અશરફ અહેમદની કેમેરા સામે હત્યા બાદ સમગ્ર યુપીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. જેને પગલે હાલ યુપી સરકારે સમગ્ર રાજ્યમાં હાઈઅલર્ટ જાહેર કરી દીધું છે. એટલું જ નહીં ઘટનાને પગલે તમામ જિલ્લાઓમાં ફલેગ માર્ચ કરવા સીએમ યોગી આદિત્યનાથનો અધિકારીઓેને આદેશ. જનતાને અફવાઓથી દૂર રહેવા યોગી સરકારની અપીલ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીએમ યોગીએ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક. જનતાને કોઈપણ હાલાકી ન થાય તેનું ધ્યાન રાખશે સરકાર એવો પણ દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા થકી અફવા ન ફેલાય તે આશયથી યુપી સરકારે પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવાઓ હાલ પુરતી બંધ કરાવી દીધી છે. પ્રયાગરાજ જિલ્લાની બોર્ડર પણ સીલ કરવામાં આવી.

ઉલ્લેખનીય છેકે, હત્યા કરનારા આરોપીઓ પત્રકારોના વેશમાં આવ્યાં હતાં. અતીક અને અશરફનું ઈન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું એ દરમિયાન જ તેમના પર હુમલો કરવામાં આવ્યો. પ્રયાગરાજ કોલ્વિન મેડિકલ કોલેજ પાસે અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી. ફાયરિંગ કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ કરી દીધું હતું પોલીસ સમક્ષ સરેન્ડર. જય શ્રી રામના નારા લગાવતા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવામાં આવ્યાં. યુપી સરકાર દ્વારા આ કેસમાં તાત્કાલિક ધોરણે 17 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં. 

હત્યા બાદ પોલીસે આખી રાત આરોપીઓની કરી પૂછપરછ. આરોપીઓની પૂછપરછ અને મોબાઈલમાં મોટા ખુલાસા થવાની સંભાવના. ગળામાં ચેનલનું આઈડી કાર્ડ લગાવીને પત્રકારોના સ્વાંગમાં આવ્યાં હતાં આરોપીઓ. ત્રણેય આરોપીઓએ હત્યા બાદ પોલીસે કરી હતી ધરપકડ. મોટા માફિયા બનવા માંગતા હતા ત્રણેય આરોપીઓ. ત્રણેય આરોપીઓ અગાઉ પણ અનેક કેસમાં સંડોવાયેલાં હોવાનું સામે આવ્યું. આજે થશે અતીફ અને અશરફનું પોસ્ટમોર્ટમ. માફિયા બ્રધર્સની હત્યા બાદ સમગ્ર યુપીમાં હાઈઅલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હુમલાખોરોએ પોલીસના ઘેરામાં ઘૂસીને ગોળીબાર કર્યો-
પોલીસ બંને આરોપીનું મેડિકલ તપાસ કરાવવા મેડિકલ કોલેજ પહોંચી હતી. તે દરમિયાન પોલીસ સુરક્ષા કોર્ડનમાં પ્રવેશીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અંધાધૂંધ ગોળીબારના કારણે પોલીસકર્મીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ઘણી ગોળીઓ વાગતાં અતીક અને અશરફ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે હુમલાખોરોને પકડી લીધા છે.

આ ઘટનાના થોડા સમય પહેલાં જ ઝાંસીમાં થયું હતું અસદ અને ગુલામનું એન્કાઉન્ટર. યુપી એસટીએફ એ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું એન્કાઉન્ટર કર્યું હતું. એસટીએફે પરિચા ડેમ પાસે અસદ અને ગુલામનું એન્કાઉન્ટર કર્યું હતું, જ્યાં આગળનો રસ્તો બંધ હતો. બંને તરફથી 40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે બંનેને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેથી જવાબી કાર્યાવાહીમાં તેમનું મોત નિપજ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news