Atique Ahmed ની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો

Atique Ahmed Shooters: અતીક અહેમદ હત્યાકાંડ કેસની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવી જાણકારી મળી છે કે માફિયા બ્રધર્સને મારવા માટે શૂર્ટની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

Atique Ahmed ની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો

Atique Ahmed Murder Case: કઈ રીતે 3 લોકોએ પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા કરી નાખી તે બધાએ જોયું અને હવે આ હત્યાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ હત્યાકાંડને અંજામ આપવામાં 3 નહીં પરંતુ 5 શૂટર્સ સામેલ હતા. 

અતીક-અશરફ મર્ડર કેસમાં એક ચોંકાવનારા ખુલાસાએ બધાના હોશ ઉડાવી દીધા છે. 2 શૂટર્સની ટીમને બેકઅપ માટે રાખવામાં આવી હતી. જેમનું કામ હતું જો 3 શૂટર્સવાળી ટીમ કામને અંજામ ન આપી શકે તો બેકઅપવાળી ટીમ અતીક અને અશરફ પર તાબડતોડ ફાયરિંગ  કરીને પોતાનું ટાસ્ક પૂરી કરી લેત. જેવું 3 શૂટર્સની ટીમે કામને અંજામ આપ્યો એવો ત્યાં હડકંપ મચી ગયો અને અફરાતફરીનો ફાયદો ઉઠાવીને બેકઅપવાળા 2 શૂટર્સ  ત્યાંથી ભાગી ગયા. 

સીસીટીવીથી થશે ખુલાસો
અત્રે જણાવવાનું કે હવે એસઆઈટીની ટીમ આ બંને શૂટર્સને શોધી રહી છે.  પોલીસે કોલ્વિન હોસ્પિટલની બહાર લાગેલા તમામ સીસીટીવી પોતાના કબજામાં લઈ લીધા છે. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પોલીસે આ તમામ સીસીટીવીની તપાસ કરી છે કે નહીં. પણ એટલું તો સ્પષ્ટ છે કે જો આ શૂટર્સ ત્યાં હાજર હતા તો સીસીટવીની તપાસ કરવામાં આવે તો બેકઅપવાળા શૂટર્સ સંલગ્ન કઈક ને કઈક પુરાવા જરુર મળી જશે. 

એસઆઈટીને મોટી સફળતા
અતીક અને અશરફ હત્યાકાંડમાં SIT ટીમને મોટી સફળતા મળી છે. એસઆઈટી ની ટીમ તે હોટલ પહોંચી જ્યાં શૂટર્સ રોકાયા હતા. હત્યારાઓએ પહેલા રેકી કરી હતી. અતીક અને અશરફ હત્યા મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કડીમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે જે 3 શૂટર્સ અતીકની હત્યા કરી તેઓ પ્રયાગરાજ રેલવે સ્ટેશનની નજીક બનેલી હોટલમાં રોકાયા હતા. 

કેવી રીતે બનાવ્યો પ્લાન
આ ત્રણેય શૂટર્સ 13 એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગે હોટલ પહોંચ્યા અને રૂમ નંબર 203માં એક સાથે રોકાયા. અતીક અને અશરફની હત્યા પહેલા રેકી કરવા માટે એક એક કરીને તેઓ જતા હતા. જ્યારે એક રેકી કરવા જતો તો બાકીના બે રૂમની અંદર રોકાતા હતા. હોટલ મેનેજરના જણાવ્યાં મુજબ 16 એપ્રિલના રોજ સવારે પોલીસ આ હોટલમાં પહોંચી અને અહીં ડીવીઆર અને સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે જ હોટલનું રજિસ્ટર પણ પોતાની સાથે લઈ ગઈ. 

અતીક હત્યાકાંડમાં એસઆઈટીએ તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીઓના જણાવ્યા પર બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હવે મોબાઈલની રિકવરીથી પોલીસની તપાસ આગળ વધશે. મળી આવેલા બંને ફોનમાં સિમકાર્ડ નથી. હાલ SIT બંને મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાવશે અને ડેટા રિકવરી પણ કરાવશે. તેઓને આરોપીઓના જૂના નંબર પણ મળ્યા છે. હવે આ જૂના નંબર દ્વારા એ જાણવાની કોશિશ થઈ રહી છે કે તેમનો પહેલા કેટલા લોકો સાથે સંપર્ક હતો. જૂના નંબરની CDR કાઢવામાં આવી રહી છે. SIT આજે પણ ત્રણ આરોપીઓની પૂછપરછ કરશે અને આ પૂછપરછ આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી શકે છે. પહેલા ત્રણ આરોપીઓને અલગ અલગ બેસાડીને પછી એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news