UP: વેપારીને જેલમાં બોલાવીને ઢોર માર મારનાર બાહુબલી નેતાને બચાવવા CCTV ફૂટેજ હટાવાયા

પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતીક અહેમદ દેવરિયા જેલમાં કેદ છે. તેમના પર આરોપ છે કે તેમણે જેલમાં એક રિયલ એસ્ટેટના વેપારીને બોલાવીને માર્યો અને ખંડણીની માગણી કરી. આ મામલે એફઆઈઆર નોંધાયા બાદ હવે દેવરિયા જેલ પર સવાલ ઉઠવા લાગ્યા તો અફડાતફડીમાં રવિવારે મોડી રાતે જિલ્લા પ્રશાસને જેલમાં મોટા પાયે દરોડા પાડ્યાં. દેવરિયાના ડીએમ અમિત કિશોર અને એસપી એન કોલાંચીના નેતૃત્વમાં 200થી વધુ સુરક્ષાકર્મીઓએ જેલમાં દરોડા પાડ્યા. દરોડાના કાર્યવાહી બે કલાકથી વધુ સમય ચાલી. 
UP: વેપારીને જેલમાં બોલાવીને ઢોર માર મારનાર બાહુબલી નેતાને બચાવવા CCTV ફૂટેજ હટાવાયા

લખનઉ/દેવરિયા: પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા અતીક અહેમદ દેવરિયા જેલમાં કેદ છે. તેમના પર આરોપ છે કે તેમણે જેલમાં એક રિયલ એસ્ટેટના વેપારીને બોલાવીને માર્યો અને ખંડણીની માગણી કરી. આ મામલે એફઆઈઆર નોંધાયા બાદ હવે દેવરિયા જેલ પર સવાલ ઉઠવા લાગ્યા તો અફડાતફડીમાં રવિવારે મોડી રાતે જિલ્લા પ્રશાસને જેલમાં મોટા પાયે દરોડા પાડ્યાં. દેવરિયાના ડીએમ અમિત કિશોર અને એસપી એન કોલાંચીના નેતૃત્વમાં 200થી વધુ સુરક્ષાકર્મીઓએ જેલમાં દરોડા પાડ્યા. દરોડાના કાર્યવાહી બે કલાકથી વધુ સમય ચાલી. 

હકીકતમાં લખનઉના રહીશ રિયલ એસ્ટેટના વેપારી મોહિત જેસવાલે અતીક અહેમદ પર ફેક રીતે  ફર્મ પોતાના નામે કરાવવાની અને દેવરિયા જેલમાં બોલાવીને પીટાઈ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે અતીક જેલમાંથી જ પોતાની દબંગાઈ ચલાવી રહ્યાં છે. 

દેવરિયાના ડીએમ અમિત કિશોરે જણાવ્યું કે જેલમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે તેના રેકોર્ડિંગમાં છેડછાડ થઈ છે. થોડા સમય માટેનું રેકોર્ડિંગ ગાયબ છે. જેની તપાસ માટે જિલ્લા પ્રશાસન તરફથી 3 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જે આજે સાંજે આ મામલે રિપોર્ટ આપશે. 

રવિવારે મોડી રાતે ડઝન જેટલી ગાડીઓનો કાફલો જિલ્લા જેલ દેવરિયા પહોંચ્યો હતો. આ ગાડીઓમાં ડીએમ, એસપી ઉપરાંત તમામ સર્કલના સીઓ અને એસડીએમ સદર સહિત વિભિન્ન પ્રશાસનિક અધિકારીઓ હતાં. તેમની સાથે 28 ગાડીઓમાં લગભગ 200 જેટલા સુરક્ષાકર્મીઓ પહોંચ્યા હતાં. બધાએ મળીને 2 કલાકથી પણ વધુ સમય સુધી જેલમાં દરોડા પાડ્યા. દરોડા દરમિયાન જિલ્લા હોસ્પિટલના સીએમએસના નેતૃત્વમાં 6 સભ્ય ચિકિત્સકોની ટીમ પણ હાજર હતી. જેમણે પૂર્વ સાંસદ અતીક અહેમદના સ્વાસ્થ્યની તપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે અતીક અહેમદ સંપૂર્ણ રીતે ફીટ છે. 

હાલ સમગ્ર મામલાનો તપાસ રિપોર્ટ જેલ વિભાગ યુપી ગૃહ વિભાગને સોંપશે. જે અગાઉ રવિવારે રાતે દેવરિયા જેલમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news