કોંગ્રેસે સપનામાં પણ વિચાર્યું નહી હોય કે સાચી પડશે અટલજીની આ ભવિષ્યવાણી!

જકીય પંડિતોનું માનીએ તો ભાજપની પ્રચંડ જીત પણ આ તરફ ઇશારો કરે છે આગામી વર્ષોમાં કોંગ્રેસ માટે સમય સારો રહેવાનો નથી. એવામાં લોકો સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને તે સમયની યાદ અપાવી રહ્યો છે જ્યારે કોંગ્રેસે જનસંઘ (આજની ભાજપ) ના ઓછા નંબરોની મજાક ઉડાવી હતી. 

કોંગ્રેસે સપનામાં પણ વિચાર્યું નહી હોય કે સાચી પડશે અટલજીની આ ભવિષ્યવાણી!

નવી દિલ્હી: પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોમાં નિરાશાનો માહોલ છે. પરંતુ આ બધાની વચ્ચે પણ કોઇ રાજ્કીય પક્ષ જો સૌથી વધુ નિરાશ છે તો તે કોંગ્રેસ જ છે. કારણ કે તેને પોતાનું વધુ એક રાજ્ય ગુમાવી દીધું છે. આ 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે અને 1 માં આમ આદમી પાર્ટીની. જોકે આ ચારેય રાજ્યોમાં પહેલાં જ ભાજપની સરકાર છે અને 1 રાજ્ય જે AAP પાસે જઇ રહ્યું છે તે અત્યાર સુધી કોંગ્રેસનો જ ગઢ હતું. 

આથમી ગયો કોંગ્રેસનો સૂર્ય? 
એટલે કે સ્પષ્ટ છે કે કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. રાજકીય પંડિતોનું માનીએ તો ભાજપની પ્રચંડ જીત પણ આ તરફ ઇશારો કરે છે આગામી વર્ષોમાં કોંગ્રેસ માટે સમય સારો રહેવાનો નથી. એવામાં લોકો સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને તે સમયની યાદ અપાવી રહ્યો છે જ્યારે કોંગ્રેસે જનસંઘ (આજની ભાજપ) ના ઓછા નંબરોની મજાક ઉડાવી હતી. 

અટલજીએ કરી હતી આવી ભવિષ્યવાણી
તે સમય પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સંસ્થાપકા અટલ બિહારી વાજપેયીએ કોંગ્રેસને કહ્યું હતું કે 'અમે તે સમયની રાહ જોઇશું, જ્યારે અમને સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થાય...આજે તમે મારી મજાક ઉડાવી લો પરંતુ એક સમય એવો આવશે જ્યારે લોકો તમારી મજાક ઉડાવશે. તે સમયે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે એક દિવસ આખા દેશમાં કમળ ખિલશે. બે દાયકા પહેલાં તેમણે ભાજપના દ્રઢ નિશ્વયને રજૂ કરતાં સંસદમાં કહ્યું હતું કે અમે મહેનત કરી છે, અમે સંઘર્ષ કર્યો છે. આ 365 દિવસ ચાલનાર પાર્ટી છે. આ ચૂંટણીમાં કોઇ બિલાડીના ટોપની માફક ઉગી નિકળનાર પાર્ટી નથી. અમે બહુમતની રાહ જોઇશું. હવે ભાજપ માટે તે રાહ જોવાનો સમય પુરો થયો છે. ગત 8 વર્ષોથી પાર્ટી લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણીમાં બંપર વોટ પ્રાપ્ત કરી રહી છે. 

એક વોટથી ધારાશાયી થઇ હતી અટલજીની સરકાર
અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં કોંગ્રેસ વિશે કરેલી ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે. એક સમયે દેશમાં શાસન કરનાર કોંગ્રેસ આજે યુપીમાં 5 બેઠકો પણ જીતી શકી નથી. પરંતુ તે સમયે કોંગ્રેસની એવી બોલબાલા હતી કે તેમના સાંસદ ગિરધર ગોમંગે ઓડિશાના મુખ્યમંત્રી રહેતા ત્યારે લોકસભામાં મતદાન કર્યું હતું અને તે એક મતે બાજી પલટી નાખી હતી. કોંગ્રેસને યાદ હોય કે ન હોય, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર તે લાઇન યાદ કરી રહ્યા છે અને #atalbiharivajpayee ટ્રેન્ડમાં છે.

દરેક ચૂંટણીમાં થઇ રહ્યું છે કોંગ્રેસનું પતન
જો કે લોકોને આ પંક્તિઓ પહેલીવાર યાદ નથી આવી, પરંતુ 2019માં જ્યારે ભાજપે સામાન્ય ચૂંટણી જીતી ત્યારે પણ લોકોએ આ લાઈનોને યાદ કરી હતી. જે ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા નિકળ્યા તે રજ્યમાં પાર્ટીને 2.33 ટકા વોટ મળ્યા જ્યારે ભાજપને 41.29 ટકા વોટ મળ્યા છે. પંજાબમાં જ્યાં તે સત્તામાં હતી ત્યાં કોંગ્રેસને 22.98 ટકા અને આમ આદમી પાર્ટીને 42.01 ટકા વોટ મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news