વિધાનસભા ચૂંટણી 2018: ચૂંટણી પહેલાં વસુંધરા-દુષ્યંતની મુશ્કેલીઓ વધી, સુપ્રીમે ફટકારી નોટિસ

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બન્ચે વકીલ શ્રીજન શ્રેષ્ઠાની અરજી પર નોટિસ ફટકારી છે, અરજીમાં દિલ્હી હાઈકોર્ટના 8 ઓગસ્ટના રોજ આદેશને પડકારવામાં આવ્યો છે

વિધાનસભા ચૂંટણી 2018: ચૂંટણી પહેલાં વસુંધરા-દુષ્યંતની મુશ્કેલીઓ વધી, સુપ્રીમે ફટકારી નોટિસ

નવી દિલ્હીઃ ધોલપુર પેલેસની આજુબાજુની 567 ચોરસ જમીનને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI)ને વેચવાના કેસમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેમના પુત્ર દુષ્યંત સિંહ સિંધિયાને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની ઈધ્યક્ષતાવાળી બેન્ચે વકીલ શ્રીજના શ્રેષ્ઠાની અરજી પર આ નોટિસ ફટકારી છે. અરજીમાં દિલ્હી હાઈકોર્ટના 8 ઓગસ્ટના આદેશને પડકારમાં આવ્યો છે. 

8 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે વસુંધરા રાજે અને તેમના પુત્ર ાસમે કેસ દાખળ કરવા અને કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. 

Supreme court sent notice to Vasundhara Raje to Dushyant Singh for selling land near Dhaulpur Palace

ઉલ્લેખનીય છે કે વકીલ શ્રીજના શ્રેષ્ઠાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે, વસુંધરા અને દુષ્યંતે ધોલપુર પેલેસની આજુબાજુની 567 ચોરસ મીટર જમીનને ગેરકાયદે રીતે પોતાની હોવાનો દાવો કર્યો છે અને બંનેએ આ જમીનને NHAIને 2 કરોડમાં વેચી દીધી છે. 

અરજીમાં જણાવાયું છે કે, NHAIએ આ જમીન વર્ષ 2010માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-3ને પહોળો કરવા માટે ખરીદી ઙતી. અરજીમાં નીચલી અદાલત દ્વારા ગત એપ્રિલમાં આપવામાં એ આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં વસુંધરા અને દુષ્યંત સામે સીબીઆઈ દ્વારા કેસ માટે મંજુરી ન આપવાની સ્થિતિમાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. 

અરજીકર્તાએ એવું પણ જણાવ્યું છે કે, સીબીઆઈએ ખોટી રીતે તેમની ફરિયાદપર સંજ્ઞાન લેવાનો ઈનકાર કરી દીધો હતો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ-19માં મંજુરીની કોઈ જોગવાઈ નથી. 

Supreme court sent notice to Vasundhara Raje to Dushyant Singh for selling land near Dhaulpur Palace

આટલું જ નહીં જનસેવક દ્વારા કરવામાં આવેલા અપરાધ પર સંજ્ઞાન લેવા માટે અદાલતને વિશેષ સત્તા મળેલી છે. આરોપીઓએ ખોટી રીતે સરકારી એજન્સી પાસે જમીન પોતાની બતાવીને વળતર માગ્યું હતું અને એજન્સીએ તેમના દાવાને સ્વીકારીને દુષ્યંતને રૂ.2 કરોડ ચૂકવ્યા છે. 

તેમણે જણાવ્યું કે, આરોપીઓએ પોતાના પદનો દુરૂપયોગ કરીને ષડયંત્ર દ્વારા કર્યું છે અને સરકારને નુકસાન પહોંચાડ્યું છે. આથી તેમની સામે એફઆઈઆર દાખલ કરીને સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news