અસમના તિનસુકિયામાં ઉલ્ફા ઉગ્રવાદીઓનો હૂમલો, ગોળી મારીને 5ની હત્યા

મમતા બેનર્જીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ હૂમલો એનઆરસી સાથે જોડાયેલી ઘટના છે, તેમને આ ઘટનાની નિંદા કરી હતી

અસમના તિનસુકિયામાં ઉલ્ફા ઉગ્રવાદીઓનો હૂમલો, ગોળી મારીને 5ની હત્યા

ગુવાહાટી : અસમનાં તિનસુકિયા જિલ્લામાં એક મોટુ ઉગ્રવાદી હૂમલો થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર આ હૂમલાને ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (ઇન્ડિપેન્ડન્ટ)એ અંજામ આપ્યો છે. ઉલ્ફા ઉગ્રવાદીઓએ અહીં 5 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. બીજી તરફ 5 લોકોની ગોળીમારીને હત્યા કરી દીધી. બીજી તરફ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બંગાળી મુળ સાથે જોડ્યા. સાથે જ તેમણે હાલનાં સમયમાં વિવાદનું કેન્દ્ર બનેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) અંગે પણ નિશાન સાધ્યું છે. 

પોલીસનું કહેવું છે કે ઘાતક હથિયારતી લેસ હૂમલાખોર ટોળાએ તિનસુકિયાનાં ખેરોની ગામમાં ઢોલા - સાડિયા પુલની પાસે પહોંચ્યા. રાત્રે આશરે 8 વાગ્યે પાંચથી 6 લોકોની તેમનાં ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઘટના બાદ અંધારાનો ફાયદો ઉઠાવતા શંકાસ્પદ ઉગ્રવાદીઓ ફરાર થઇ ગયા. પોલીસને શંકા છે કે આ હૂમલાનો ઉલ્ફા ઇન્ડિપેન્ડન્ટ જુથે અંજામ આપ્યો. 

— Mamata Banerjee (@MamataOfficial) November 1, 2018

કાયરતાપુર્ણ  હૂમલો, છોડીશું નહી: સોનેવાલ
અસમના મુખ્યમંત્રી સર્બાનનંદ  સોનોવાલે હૂમલાની ટીકા કરતા નિર્દોષ લોકોની હત્યા કરાવી દીધી. તેમણે મૃતકોનાં પરિવારજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, કાયરતાપુર્ણ હિંસામાં સમાવિષ્ટ લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સોનોવાલની સાથે જ કહ્યું કે, તેમણે રાજ્યના મંત્રી  કેશવ મહંત અને તપન ગોગોઇની ડીજીપી કુલધર સૈકિયાની સાથે ઘટના સ્થળે પહોંચવા માટેના નિર્દેશ આપ્યા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news