Election 2021: પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 સીટો અને અસમમાં 47 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે. સામાન્ય ઘટનાઓને બાદ કરતા બન્ને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયું છે. 

Election 2021: પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal elections news) ના પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા સીટો પર બમ્પર મતદાન (West Bengal voting percentage) થયું છે. પ્રથમ તબક્કામાં 70 લાખથી વધુ મતદાતાએ 191 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવાનો હતો. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પ્રથમ તબક્કામાં સાંજે છ કલાક સુધી 79.79 ટકા મતદાન થયું છે. તો આસામમાં 47 સીટો માટે 72.16 ટકા મતદાન થયું છે. 

બંગાળમાં વધુ મતદાન, કોના પક્ષમાં માહોલ?
હકીકતમાં સામાન્ય રીતે વધુ મતદાનની ટકાવારીને સીધી રીતે સત્તામાં રહેલી પાર્ટીની વિરુદ્ધ જનમત તરીકે જોવામાં આવે છે. ઘણીવાર આ થિયરી સાચી પણ સાબિત થઈ છે. પરંતુ બંગાળના મામલામાં આ થિયરી ફિટ બેસતી નથી અને ઘણીવાર ખોટી સાબિત થઈ છે. બંગાળનો તો ભારે મતદાન કરવાનો રેકોર્ડ રહ્યો છે, ભલે તે વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા. 

— ANI (@ANI) March 27, 2021

પ્રથમ તબક્કામાં થઈ હિંસક ઘટનાઓ
કાંથી લોકસભા ક્ષેત્રમાં ભાજપના નેતા શુભેંદુ અધિકારીના ભાઈ સૌમેંદુ અધિકારીની કાર પર હુમલો થયો હતો. કાર ક્ષતિગ્રસ્ત થી ગઈ છે. પરંતુ આ સમયે સૌભેંદુ કારમાં નહતા. તેમની કારના ડ્રાઇવરને ઈજા થઈ છે. 

બંગાળમાં 8 તબક્કામાં મતદાન
બંગાળમાં પ્રથમ તબક્કાની 30 સીટો આદિવાસી વિસ્તાર પુરૂલિયા, બાંકુરા, ઝારગ્રામ, પૂર્વી મેદિનીપુર (ભાગ1) અને પૂર્વી મેદિનીપુર (ભાગ-2) જિલ્લામાં ફેલાયેલી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં જાદૂ કરતા 42માંથી 18 સીટ પર જીતી હતી. તો ટીએમસીને 22 સીટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news