આ પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા તૈયાર છું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હાર બાદ પાર્ટીનું સૌથી મોટું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે પાર્ટીને અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવાનું કહ્યું છે.

આ પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા તૈયાર છું

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હાર બાદ પાર્ટીનું સૌથી મોટું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે પાર્ટીને અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવાનું કહ્યું છે. આવામાં હવે જાણીતા પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું કે તેઓ આ જવાબદારી લેવા તૈયાર છે. આ હોકી ખેલાડીનું નામ અસલમ શેરખાન છે. ભારત તરફથી ઓલિમ્પિકમાં રમી ચૂકેલા અસલમ શેરખાન હોકી અને રાજકારણમાં જાણીતું નામ છે. ભોપાલ સાથે ઘરોબો ધરાવતા અસલમ શેરખાને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા તૈયાર છે. 

અસલમ શેરખાન કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તથા ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે જ્યારે ચૂંટણીમાં હારનો સામનો કર્યો, ત્યારબાદ મેં પત્ર લખ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માંગે છે અને માને છે કે તેમના પરિવારની બહારની કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બને, તો મેં માન્યું કે આ એક તક છે. 

— ANI (@ANI) June 7, 2019

જુઓ LIVE TV

અસલમ શેરખાને કહ્યું કે કોંગ્રેસને અત્યારે એક સાહસની જરૂર છે. આવા સમયમાં કોઈએ આગળ આવીને ડગલું ભરવું પડશે. ત્યારબાદ મેં આ પત્ર લખ્યો. જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બની રહેવા માંગતા હોય તો રહી શકે છે. પરંતુ જો તેઓ એવું વિચારતા હોય કે કોઈ બીજા આ પદ માટે યોગ્ય રહેશે તો તેનું માન રખાવું જોઈએ. મેં પત્રમાં લખ્યું છે કે જો તમે નહેરુ ગાંધી પરિવારની બહારના કોઈને આ જવાબદારી આપવા માંગતા હોવ તો મને આ જવાબદારી સોંપો. મને આ જવાબદારી બે વર્ષ માટે સોપો. આ જ સમય છે કે જ્યારે કોંગ્રેસને ફરીથી એકવાર રાષ્ટ્રવાદ સાથે જોડવાની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news