રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, ગેહલોતને મળવા પહોંચ્યા સચિન પાયલટ

રાજસ્થાનમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે હવે કોંગ્રેસને બાગી વલણ બતાવી ચૂકેલા સચિન પાયલટ ફરીથી પાર્ટીની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હવે સચિન પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી.

રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, ગેહલોતને મળવા પહોંચ્યા સચિન પાયલટ

જયપુર: રાજસ્થાનમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે હવે કોંગ્રેસને બાગી વલણ બતાવી ચૂકેલા સચિન પાયલટ ફરીથી પાર્ટીની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હવે સચિન પાયલટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી. સચિન પાયલટ અને તેનના સમર્થક સીએમ અશોક ગેહલોત સાથે તેમના ઘરે મુલાકાત કરવા પહોંચ્યા. 

— ANI (@ANI) August 13, 2020

અશોક ગેહલોતના ઘરે કોંગ્રેસના ઘારાસભ્ય દળની બેઠક થઇ રહી છે. ધારાસભ્યો બસ મારફતે અશોક ગેહલોતના ઘરે પહોંચ્યા છે. આ બેઠક 5 વાગે શરૂ થવાની છે. સચિન પાયલટ અડધા કલાક પહેલાં જ અશોક ગેહલોતના ઘરે પહોંચી ગયા છે. સચિન પાયલટ જ્યારે તેમના ઘરે પહોચ્યા તો અશોક ગેહલોત ત્યાં હાજર ન હતા. અશોક ગેહલોત ફેયરમોંટ હોટલથી ઘરે પહોંચ્યા અને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. 

સચિન પાયલટે લગભગ એક મહિના પહેલાં બગાવત કરી હતી. તે લગભગ 20 ધારાસભ્યોને લઇને ગુડગાવ જતા રહ્યા હતા. ત્યારબાદ સચિન પાયલટે કહ્યું હતું કે અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં આવી ગઇ છે. તેમની સાથે લગભગ 30 ધારાસભ્ય છે. ત્યારબાદ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેનાથી નારાજ અશોક ગેહલોતે સચિનને નકામા કહ્યા હતા. ઘણા નેતાઓએ સચિનને ભાજપના ગણાવ્યા હતા. જોકે સચિન પાયલટ સતત કહેતા રહ્યા છે કે તે ભાજપમાં જોડાશે નહી. તે કોંગ્રેસમાં જ છે અને રહેશે. 

સચિન પાયલટ સાથે કોંગ્રેસ હાઇકમાન્ડની મુલાકાત થઇ. સમસ્યાઓને ઉકેલવાનું આશ્વાસન મળ્યા બાદ સચિન પાયલટ ફરી એક મહિના બાદ જયપુર પરત ફર્યા. ત્યારબાદ અશોક ગેહલોતે તેને લઇને કહ્યું કે ભૂલો અને માફ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news