ઓવૈસીનું ફરી ભડકાઉ નિવેદન, Hindutvaને લઇને કહી આ વાત

આ પહેલાં પણ ઘણીવાર અસદુદ્દીન ઓવૈસી ભટકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપતાં રહ્યા છે. એમ કહેવું ખોટું નથી કે તે હિંદુઓ અને હિંદુત્વ વિરૂદ્ધ ઝેર ઓકવાનો મોકો છોડતા નથી.

ઓવૈસીનું ફરી ભડકાઉ નિવેદન, Hindutvaને લઇને કહી આ વાત

નવી દિલ્હી: ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ હિંદુત્વને લઇને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુત્વ તે જુઠાણા પર બનેલું છે કે ફક્ત એક જ સમુદાય પાસે રાજકીય શક્તિ હોવી જોઇએ.

પોતાની રક્ષાનો પ્રયત્ન
સોશિયલ મીડિયા પર પોતાના ભડકાઉ નિવેદનમાં ઓવૈસીએ કહ્યું 'હિંદુત્વ આ જુઠ પર બનેલો છે તે ફક્ત એક જ સમુદાય પાસે તમામ રાજકીય શક્તિ હોવી જોઇએ અને મુસલમાનોને રાજકારણમાં ભાગ લેવાનો અધિકાર ન હોવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે સંસદ અને વિધાનસભાઓમાં અમારી ઉપસ્થિતિ એક પ્રકારે હિંદુત્વથી અમારી રક્ષાનો પ્રયત્ન છે. 

ટ્વિટના જવાબમાં ટ્વીટ
AIMIM ચીફ સંઘ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો અમે સરળતાથી સંસદ અથવા વિધાનસભા જતા રહીએ છીએ. તો તેનાથી સંઘ એકદમ ખુશ થશે. ઓવૈસીએ આ ભડકાઉ નિવેદનબાજી તે ટ્વીટના જવાબમાં કરી, જેમાં તેમની સાથે સંકળાયેલા સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે  'હિંદુત્વ આ જુઠ પર બનેલો છે તે ફક્ત એક જ સમુદાય પાસે તમામ રાજકીય શક્તિ હોવી જોઇએ.

કોઇ તક છોડતા નથી
આમ તો કોઇ પહેલો મોકો નથી, આ પહેલાં પણ ઘણીવાર અસદુદ્દીન ઓવૈસી ભટકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપતાં રહ્યા છે. એમ કહેવું ખોટું નથી કે તે હિંદુઓ અને હિંદુત્વ વિરૂદ્ધ ઝેર ઓકવાનો મોકો છોડતા નથી. તો બીજી તરફ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (National Population Register- NPR)પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. AIMIM ચીફે કહ્યું કે નેશનલ પોપ્યુલેશન બનાવવાનું શિડ્યૂલ ફાઇનલ થઇ ચૂક્યું છે તો જલદી જ તેનો વિરોધનું પણ શિડ્યૂલ ફાઇનલ કરવામાં આવશે. 

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (National Register of Citizens-NRC)નો પહેલો તબક્કો નેશનલ પોપુલેશન રજિસ્ટર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news