બિરયાનીમાં એક્સ્ટ્રા લેગ પીસ ન મળ્યું તો મંત્રીને કર્યુ Tweet, Asaduddin Owaisi એ પણ લીધી મજા
તેલંગણામાં એક અનોખો મામલો સામે આવ્યો. તેલંગણાના બિરયાની પ્રેમે થોટાકુરી રઘુપતિ નામના ટ્વિટર યૂઝરે હૈદરાબાદી બિરયાનીને લઈને પોતાના વ્યથિત મનથી ઝોમેટો (Zomato) અને અને કેટી રામા રાવ (KTR) ને પોતાની પરેશાની વિશે ટ્વીટ કર્યુ.
Trending Photos
હૈદરાબાદઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus) વચ્ચે લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સંકટના આ સમયમાં લોકો એકબીજાની મદદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા એક મોટુ માધ્યમ બનેલું છે, જેના દ્વારા લોકો મદદ માંગી રહ્યાં છે અને મદદ કરી રહ્યાં છે. પરંતુ હૈદરાબાદમાં એક ટ્વિટર યૂઝરે રાજ્ય મંત્રી KTR પાસે એકી મદદ માંગી કે મંત્રી પણ ચોંકી ગયા. આ ટ્વીટ વાયરલ થયા બાદ હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ તેના પર કોમેન્ટ કરી છે.
બિરયાની પ્રેમી ટ્વિટર યૂઝરે કરી આ ફરિયાદ
હકીકતમાં તેલંગણામાં એક અનોખો મામલો સામે આવ્યો. તેલંગણાના બિરયાની પ્રેમે થોટાકુરી રઘુપતિ નામના ટ્વિટર યૂઝરે હૈદરાબાદી બિરયાનીને લઈને પોતાના વ્યથિત મનથી ઝોમેટો (Zomato) અને અને કેટી રામા રાવ (KTR) ને પોતાની પરેશાની વિશે ટ્વીટ કર્યુ. રઘુપતિએ ઝોમેટો અને કેટીઆરને ટેગ કરતા લખ્યુ કે- મેં એક્સ્ટ્રા મસાલા અને લેગ પીસની સાથે ચિકન બિરયાનીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ મને તેમાંથી કંઈ મળ્યું નથી, શું આ લોકોની સેવા કરવાની રીત છે.
And why am I tagged on this brother? What did you expect me to do 🤔🙄 https://t.co/i7VrlLRtpV
— KTR (@KTRTRS) May 28, 2021
KTR એ પૂછ્યુ, મારી પાસે શું આશા છે?
ત્યારબાદ મંત્રી KTR એ પણ તેનો શાનદાર જવાબ આપ્યો. તેમણે પૂછ્યુ કે- હું આ ટ્વીટમાં કેમ ટેગ છું, તેમાં તમે મારી પાસે શું કરવાની આશા કરી રહ્યા છો? પછી આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ ગયું. બધા યૂઝર્સ મજા લેવા લાગ્યા. ત્યારબાદ થોટાકુરી રઘુપતિએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
@KTRoffice must immediately respond 😀,must say that @MinisterKTR & his team have been responding to the medical needs of people during this pandemic mashallah
— Asaduddin Owaisi (@asadowaisi) May 28, 2021
ઓવૈસીએ કરી કોમેન્ટ
પરંતુ ત્યાં સુધી અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ પણ મજેદાર કોમેન્ટ કરી. હૈદરાબાદથી સાંસદ ઓવૈસીએ મજાકભર્યા અંદાજમાં લખ્યુ કે કેટીઆરના કાર્યાલયે તત્કાલ જવાબ આપવો જોઈએ. કેટીઆર અને તેની ટીમ આ મહામારી દરમિયાન લોકોની ચિકિત્સા જરૂરીયાતોને પૂરી કરવામાં લાગી છે. માશાઅલ્લાહ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે