કોરોનામાં જે પરિવારમાં કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને પેન્શન આપશે મોદી સરકાર
પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર કોવિડ-19 પીડિતોના પરિવાર સાથે ઉભી છે અને તેમની સામે આવી રહેલી નાણાકીય સમસ્યાઓ ઓછી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona virus) ને કારણે પરિવારમાં કમાનાર વ્યક્તિનું મૃત્યુ થવાની સ્થિતિમાં મોદી સરકાર પરિવારજનોને પેન્શન આપશે. આશ્રિત પરિવારના સભ્યોને એવરેજ દૈનિક વેતનના 90 ટકા બરાબર આ પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ શનિવારે આ જાણકારી આપી છે. પીએમઓએ કહ્યું- પરિવાર માટે કમાનાર વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થવા પર આશ્રિતોને પેન્શન આપવામાં આવશે. આશ્રિતો માટે પેન્શન સિવાય, સરકાર કોવિડ-19થી પ્રભાવિત પરિવારો માટે વધારા સાથે વીમા વળતર પણ નક્કી કરશે. તો પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર કોવિડ-19 પીડિતોના પરિવાર સાથે ઉભી છે અને તેમની સામે આવી રહેલી નાણાકીય સમસ્યાઓ ઓછી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
આ સિવાય સરકારે કોરોનાને કારણે પોતાના માતા-પિતા ગુમાવનાર બાળકોને 18 વર્ષની ઉંમર બાદ માસિક ભથ્થા (સ્ટાઇપેન્ડ) આપવાની પણ જાહેરાત કરી છે. આવા બાળકો 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. સાથે બાળકોના અભ્યાસની વ્યવસ્થા સરકાર કરશે. પીએમઓએ જાહેરાત કરતા કહ્યું- કોવિડને કારણે પોતાના માતા-પિતા ગુમાવનાર બાળકો માટે ઉચ્ચ શિક્ષણ માટે લોનની સહાયતા કરવામાં આવશે. પીએમ કેયર્સ ફંડથી વ્યાજ પણ મળશે. તો બાળકોને 18 વર્ષની ઉંમર સુધી પાંચ લાખ રૂપિયોનો ફ્રી સ્વાસ્થ્ય વીમો મળશે, જેના પ્રીમિયમની ચુકવણી પીએમ કેયર્સ ફંડથી થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બાળકો ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેનું સમર્થન કરી, તેના માટે બધી વ્યવસ્થા કરીશું. સમાજના રૂપમાં આપણુ કર્તવ્ય છે કે તેનું ધ્યાન રાખીએ અને બાળકોના ઉજ્જળ ભવિષ્યની આશા કરીએ. મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. તેવામાં સુપ્રીમ કોર્ટે પણ આવા બાળકોનું ધ્યાન રાખવા માટે સરકારને કહ્યું છે.
આ દિશામાં અનેક રાજ્ય સરકારો કામ કરી રહી છે. ગુજરાતે પણ આવા બાળકોને મહિને 4 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. યોગી સરકારે પણ અનાથ બાળકોને મહિને ચાર હજાર આપવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે