આ ભારતીય જવાને તે કરી બતાવ્યું, જે દુનિયામાં કોઈ ન કરી શક્યું

ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ (Lt Col Bharat Pannu) બે સોલો સાયકલિંગમાં (cycling) પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં (world records) નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી

આ ભારતીય જવાને તે કરી બતાવ્યું, જે દુનિયામાં કોઈ ન કરી શક્યું

નવી દિલ્હી: ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ (Lt Col Bharat Pannu) બે સોલો સાયકલિંગમાં (cycling) પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં (world records) નોંધાવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે 10 ઓક્ટોબર 2020 ના રોજ પન્નુએ લેહથી મનાલી વચ્ચે 472 કિલોમીટરનું અંતર માત્ર 35 કલાક 25 મિનિટમાં કાપી પ્રથમ રેકોર્ડ પોતાના નામે કર્યો.

તેમણે કહ્યું કે, પન્નુએ દિલ્હી, મુંબઇ, ચેન્નઈ, કોલકાતાને જોડતા 5,942 કિલોમીટર લાંબા 'ગોલ્ડન ચતુર્ભુજ' પર 14 દિવસ, 23 કલાક અને 52 મિનિટમાં યાત્રા પૂર્ણ કરીને બીજો રેકોર્ડ નોંધાવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે આ સાયકલ યાત્રા 16 ઓક્ટોબરે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂ કરી હતી અને 30 ઓક્ટોબરે તે જ સ્થળે સમાપ્ત થઈ હતો. તેમણે કહ્યું કે, પન્નુને થોડા દિવસો પહેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના બે પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news