કોરોનાકાળમાં PAKની નાપાક હરકત, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, LoC પાર અનેક ચોકીઓ ઉડાવી
કોરોના વાયરસની મહામારી વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. ગુરુવારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ LoC નજીકની પીઓકેની પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરી નાખી. હકીકતમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું જેમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થયા હતાં.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. ગુરુવારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ LoC નજીકની પીઓકેની પાકિસ્તાનની અનેક ચોકીઓ તબાહ કરી નાખી. હકીકતમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું જેમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થયા હતાં.
આ ઉપરાંત રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાનના ફાયરિંગમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. ત્યારબાદ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનની 10 જેટલી ચોકીઓ તબાહ કરી. ભારતીય સેનાએ કહવલિયન નાલી સમ્હાની સેક્ટરમાં પાકિસ્તાનની ચોકીઓને નિશાન બનાવી.
In retaliation to the ceasefire violation from across the Line of Control, Indian Army carried out accurate and effective firing and caused heavy damage to Pakistan Army posts in the Rajouri sector: Indian Army Sources
— ANI (@ANI) June 11, 2020
સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ખુબ નુકસાન થયું છે. આવું પહેલીવાર નથી બન્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોય. આ અગાઉ પણ ગત વર્ષ ભારતીય સેનાએ સરહદ પર સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં હતાં. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતાં.
તે પહેલા પુલવામા એટેક બાદ ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતીય વાયુસેનાના આ હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ માર્યા ગયા હતાં.
જુઓ LIVE TV
ઘૂસણખોરી ન કરી શકવાથી અકળાયું છે પાકિસ્તાન
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી આતંકીઓની ઘૂસણખોરીની સતત કોશિશ થઈ રહી છે. પણ તેમા સફળતા મળતી નથી. આ ઉપરાંત ઘાટીમાં રહેલા આતંકીઓ પણ સતત સુરક્ષાદળોના શિકાર બની રહ્યાં છે. જેનાથી પાકિસ્તાન ધૂંધવાયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 98 આતંકીઓનો ખાતમો થયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાકિસ્તાને વધારે પ્રમાણમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આ મહિને અત્યાર સુધીમાં એટલે કે 10 દિવસમાં જ પાકિસ્તાન 114 વાર યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે