ભારતીય સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જવાનોને કહ્યું- તાબડતોબ કરો ડિલિટ

ભારતીય સેનાએ 89 એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના અધિકારીઓ તથા કર્મચારીઓને તાબડતોબ નિર્દેશ આપ્યા છે કે પ્રતિબંધ મૂકાયેલી એપને તરત જ પોતાના સ્માર્ટફોનમાંથી હટાવી દે. સેનાએ મેસેજિંગ પ્લેટફોર્મ, વેબ બ્રાઉઝર, કન્ટેન્ટ શેરિંગ, ગેમિંગ, વગેરે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ફેસબુક, ટિકટોક, ટ્રુકોલર, ઈન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, PUBG વગેરે સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યવાહી પાછળ સૂચનાઓ લીક થવાનું જોખમ ગણાવવામાં આવ્યું છે. 

ભારતીય સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જવાનોને કહ્યું- તાબડતોબ કરો ડિલિટ

નવી દિલ્હી: ભારતીય સેનાએ 89 એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના અધિકારીઓ તથા કર્મચારીઓને તાબડતોબ નિર્દેશ આપ્યા છે કે પ્રતિબંધ મૂકાયેલી એપને તરત જ પોતાના સ્માર્ટફોનમાંથી હટાવી દે. સેનાએ મેસેજિંગ પ્લેટફોર્મ, વેબ બ્રાઉઝર, કન્ટેન્ટ શેરિંગ, ગેમિંગ, વગેરે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ફેસબુક, ટિકટોક, ટ્રુકોલર, ઈન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, PUBG વગેરે સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યવાહી પાછળ સૂચનાઓ લીક થવાનું જોખમ ગણાવવામાં આવ્યું છે. 

આ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

મેસેજિંગ પ્લેટફોર્મ: વીચેટ, ક્યૂક્યૂ, કિક, આઉ વો,નિમ્બઝ, હેલો, ક્યૂ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટો ટોક, હાઈક

વીડિયો હોસ્ટિંગ: ટિકટોક, લાઈકી, સમોસા, ક્વાલી

કન્ટેન્ટ શેરિંગ: શેર ચેટ, ઝેન્ડર, જાપ્યા

વેબ બ્રાઉઝર: યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મીની

વીડિયો એન્ડ લાઈવ સ્ટ્રિમિંગ: લાઈવ મી, બિગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ, અપ લાઈવ, વિગો વીડિયો

યુટિલિટી એપ: કેમ સ્કેનર, બ્યુટી પ્લસ, ટ્રુ કોલર

ગેમિંગ એપ્સ: પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેસેન્ટ ગેમિંગ્સ એપ્સ, મોબાઈલ લેજેન્ટ્સ

ઈ કોમર્સ: અલી એક્સપ્રેસ, કલ્બ ફેક્ટરી, ગિયર બેસ્ટ, ચાઈના બ્રાન્ડ્સ, બેંગ ગુડ, મિનિન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચએચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, જોફૂલ ટીબીડ્રેસ, મોડિલિટી, રોજગલ, શીન, રોમવી

ડેટિંગ એપ: ટિન્ડર, ટ્રુલી મેડલી, હેપ્પન, આઈલ, કોફી મીટ્સ બેઝલ વુ, ઓકે ક્યૂપિડ, હિંગ, એઝાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેઝેડ, કાઉચ સર્ફિંગ

એન્ટી વાયરસ: 360 સિક્યુરિટી

NW: ફેસબુક,  Baidu, ઈન્સ્ટાગ્રામ, એલો, સ્નેપચેટ

ન્યૂઝ એપ્સ: ન્યૂઝ ડોગ, ડેઈલી હન્ટ

ઓનલાઈન બુક રિડિંગ: પ્રતિલિપી, વોકલ

હેલ્થ એપ: હીલ ઓફ વાય

લાઈફસ્ટાઈલ એપ: પોપએક્સો

નોલેજ એપ: વોકલ

મ્યુઝિક એપ્સ: હંગામા, સોંગ્સ પીકે

બ્લોગિંગ/માઈક્રો બ્લોગિંગ: યેલ્પ, તુમ્બિર, રેડિટ, ફ્રેન્ડ્સ ફીડ, પ્રાઈવેટ બ્લોગ્સ

સેનાની આ કાર્યવાહી અગાઉ સરકારે લદાખ હિંસાને ધ્યાનમાં રાખીને ટીકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિંબધ મૂક્યો હતો. સરકાર તરફથી કહેવાયું હતું કે આ એપ્સ ભારતની સુરક્ષા માટે જોખમ છે. 

સરકારે કહ્યું હતું કે ભારતીયોની ગોપનીયતા અને ડેટાની સુરક્ષાનવે લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેમાં કહેવાયું હતું કે આ એપ્સથી સાર્વભૌમત્વ અને એક્તા સામે જોખમ છે. એન્ડ્રોઈડ અને  iOS પ્લેટફોર્મ પર રહેલી કેટલીક મોબાઈલ એપ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ એપ્સ ગેરકાયદેસર રીતે યૂઝર્સના ડેટા ચોરી કરીને ભારતની બહાર રહેલા સર્વર પર મોકલી રહ્યાં હતાં. આથી પ્રતિબંધની કાર્યવાહી જરૂરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news