Antilia Case માં આરોપી સચિન વાઝેએ કર્યો મોટો ખુલાસો, NIA પૂછપરછમાં સામે આવી આ વાત

બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા (Antilia Case) બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર ઉભી કરવાના મામલે મોટો ખુલાસો થયો છે

Antilia Case માં આરોપી સચિન વાઝેએ કર્યો મોટો ખુલાસો, NIA પૂછપરછમાં સામે આવી આ વાત

મુંબઇ: બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા (Antilia Case) બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર ઉભી કરવાના મામલે મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપી સચિન વાઝેએ (Sachin Vaze) NIA ને જણાવ્યું કે, આ સંપૂર્ણ પ્રકરણની પાછળ તેનો ઉદેશ્ય મુંબઇનો ખતરનાખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ બનવાનો હતો. તેણે એમ પણ જણાવ્યું કે, સ્કોર્પિયો કાર પ્રકરણ બાદ 'Second Big Event' પ્લાન કરી હતી.

પ્રદીપ શર્માની ભૂમિકાની પણ તપાસ
NIA આ કેસમાં મુંબઇના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની (Pradeep Sharm) ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. NIA ના સૂત્રોના જણાવ્યા અનુસાર, Killers ને Hire કરવાના મામલે જેલેટિન છોડને રાખવા, ષડયંત્ર રચવા અને લોજિસ્ટિક આપવાના મામલે પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવી રહી છે. સચિન વાઝે 3 માર્ચે અંધેરી ગયો હતો. એનઆઈએ હવે એ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે શું સચિન વાઝે (Sachin Vaze) અંધેરીમાં પ્રદીપ શર્માને મળવા ગયો હતો.

પરમબીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે પોલીસની નોકરીમાંથી નિવૃત્તિ લીધા બાદ પ્રદીપ શર્મા શિવસેનામાં જોડાયો છે. બીજી તરફ, NIA એ 100 કરોડ રૂપિયાની ખંડણી કેસમાં મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનું નિવેદન નોંધ્યું છે. તેમનું નિવેદન શંકાસ્પદ તરીકે નહીં પણ સાક્ષી તરીકે નોંધાયું છે. હવે NIA આ ગેરવસૂલીના કેસમાં તમામ કડીને જોડતી લિંક્સ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

સચિન વાઝેને 14 દિવસ માટે જેલ ભેગો કરાયો
બીજી તરફ, મુંબઈની NIA કોર્ટે ધરપકડ કરાયેલા સચિન વાઝેને (Sachin Vaze) 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો છે. અગાઉ વાઝેની તબીબી તપાસમાં હોસ્પિટલે જાણ કરી હતી કે તેમને કોઈ પણ પ્રકારની કોર્ડિઓ સારવારની જરૂર નથી. NIA કોર્ટે સચિન વાઝેના વકીલોને તેમનો પત્ર લીક થયાના મામલે પણ ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, પ્રક્રિયા CRPC હેઠળ કરવામાં આવે છે. કોર્ટે પત્રને તે જ પ્રક્રિયા હેઠળ લાવવાનું કહ્યું હતું, પછી તે મીડિયામાં કેવી રીતે બહાર આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news