Agneepath Bihar Protest: 'અગ્નિપથ' વિરૂદ્ધ હિંસા ભડકાવવા પાછળ કોચિંગ સેન્ટર? DM એ કર્યો ચોંકાવનારો દાવો

આ યોજના વિરોધમાં બિહાર સહિત દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન હિંસક થઇ ગયા છે. ગુરૂવારે ઓછામાં ઓછી ત્રણ ટ્રેનોને આગ લગાવી દીધી છે. એએનઆઇ સાથે વાત કરતાં પટનાના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે કહ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકોના ફોનમાં ભડકાઉ વોટ્સએપ મેસેજ મળ્યા છે. 

Agneepath Bihar Protest: 'અગ્નિપથ' વિરૂદ્ધ હિંસા ભડકાવવા પાછળ કોચિંગ સેન્ટર? DM એ કર્યો ચોંકાવનારો દાવો

Agnipath Protest Bihar: કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ બિહાર સહિત દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસક ઘટનાઓએ સરકાર અને પ્રશાસનની ઉંઘ હરામ કરી દીધી છે. આ દરમિયાન પટનાના અધિકારી શનિવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અધિકારીએ કહ્યું કે શહેરમાં હિંસા અને આગચંપીના આરોપોમાં ધરપકડ કરેલા લોકો સાથે પૂછપરછ દરમિયાન આ બધા પાછળ કોચિંગ સેન્ટરોની ભૂમિકા સામે આવી છે. 

આવી રીતે રચ્યું હિંસાનું કાવતરું
આ યોજના વિરોધમાં બિહાર સહિત દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન હિંસક થઇ ગયા છે. ગુરૂવારે ઓછામાં ઓછી ત્રણ ટ્રેનોને આગ લગાવી દીધી છે. એએનઆઇ સાથે વાત કરતાં પટનાના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે કહ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકોના ફોનમાં ભડકાઉ વોટ્સએપ મેસેજ મળ્યા છે. 

કોચિંગ સેન્ટરનો હાથ? 
તેમણે કહ્યું કે અમે એલર્ટ પર છીએ. વીડિયો ફૂટેજના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. અમે ધરપકડ કરેલા લોકોના વોટ્સએપ મેસેજો દ્રાર 7-8 કોચિંગ સેન્ટરોની ભૂમિકા વિશે જાણ્યું છે. આ મેસેજ ભડકાઉ પ્રકૃતિના હતા. ચંદ્રશેખર સિંહે કહ્યું કે 170 લોકો વિરૂદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 46 ને દાનાપુર રેલવે સ્ટેશન પર તોડફોડના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા હતા. ડીએમએ કહ્યું કે પટનામાં વિભિન્ન સ્થળો પર સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. 

યુવાનોને શાંતિ જાળવા અપીલ કરી
જોકે બિહારના ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે કહ્યું કે સ્થિતિ ફરીથી સામાન્ય થઇ રહી છે અને પ્રદર્શનકારીઓને શાંતિ જાળવાની અપીલ કરવામાં આવી છે. પ્રસાદે કહ્યું કે સ્થિતિ ફરીથી સામાન્ય થઇ રહી છે. તોડફોડ અને આગચંપીની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રએ યુવાનો વિરૂદ્ધ એક સારી યોજના બનાવી છે. તેનાથી તેમને ઘણા લાભ થશે. અમે બિહારના લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરીએ છીએ. 

યુવાનોના હિતમાં પગલાં લેવામાં આવશે
આ દરમિયાન અખિલ ભારતીય સંઘના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થી સંગઠનોએ સરકાર દ્રારા આ અઠવાડિયાથી શરૂ કરવામાં આવેલી સેનામાં નવી ભરતી યોજનાને તાત્કાલિક પરત લેવાની માંગ કરતાં 24 કલાકની અંદર બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના બંધના આહવાનને પોતાનું સમર્થન આપ્યું છે. એટલું જ નહી ભાજપના સહયોગી દળ હિંદુસ્તાન આવામ મોરચા-સેક્યુલર (HAM-S) અધ્યક્ષ તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીને કહ્યું કે તેમની પાર્ટીએ હિંસાનું સમર્થન કર્યું નથી. પરંતુ તે બિહાર બંધનું સમર્થન કરશે. યુવાનોના હિતમાં પગલાં ભરશે.  

ભાજપના નેતાઓના ઘર પર હુમલો
પ્રદર્શનકારીઓએ આ પહેલાં બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવી અને બિહાર ભાજપ અધ્યક્ષ અને પશ્વિમ ચંપારણના સાંસદ સંજય જાયસવાલના ઘરે હુમલો કર્યો હતો. બિહારમાં રેલવે પરિવહન પણ અવરૂદ્ધ કરી દેવામાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગાણા જેવા ઘણા રાજ્યોમાં ટ્રેનના ડબ્બાને આગ ચાંપવામાં આવી હતી. રેલવે દ્રારા અત્યાર સુધી 200થી વધુ ટ્રેનોને રદ કરવાથી ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news