બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર

ચારા કૌભાંડના અલગ અલગ કેસોમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ જપ્ત કરાશે. આવકવેરા વિભાગના First appellate authorityએ તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. હવે પટણા એરપોર્ટ પાસે આવેલા બંગલા અને અવામી બેંકમાં નોટબંધી સમયે ખુલેલા અનેક ખાતાઓ પર જપ્તીની મહોર લાગી ગઈ છે. 
બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર

પટણા: ચારા કૌભાંડના અલગ અલગ કેસોમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ જપ્ત કરાશે. આવકવેરા વિભાગના First appellate authorityએ તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. હવે પટણા એરપોર્ટ પાસે આવેલા બંગલા અને અવામી બેંકમાં નોટબંધી સમયે ખુલેલા અનેક ખાતાઓ પર જપ્તીની મહોર લાગી ગઈ છે. 

એરપોર્ટ પાસે ફેર ગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામથી સાડા 3 કરોડનો બંગલો હતો. કંપનીમાં ડાઈરેક્ટર પદ પર તેજપ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવની પુત્રીઓ હતી. આ તમામ 2014થી 2017 સુધી કંપનીના ડાઈરેક્ટર પદે હતાં. એટલું જ નહીં આ કંપની બનાવટી હતી. 

જુઓ LIVE TV

આવકવેરા વિભાગે ગત વર્ષે તેને સીલ કરી હતી. આ બાજુ નોટબંધી સમયે મજૂરોના નામ પર અનેક ખાતા આવામી બેંકમાં ખોલીને તેમાં લાખો રૂપિયા જમા કરાવવામાં આવ્યાં હતાં. 

લાલુ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ જપ્તી પર આવકવેરા વિભાગની અંતિમ મહોર પર પથ નિર્માણ મંત્રી અને ભાજપના નેતા નંદકિશોર યાદવે કહ્યું કે આ એક કાનૂની પ્રક્રિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news