આંધ્ર દુર્ઘટનામાં 12 લોકોનાં મોત, મૃતકોને 10 લાખના વળતરની જાહેરાત, CMએ માંગ્યો અહેવાલ
હોડીમાં 63 લોકો બેઠેલા હતા જે પૈકી 23 લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે
Trending Photos
હૈદરાબાદ : આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના દેવીપટનમમાં ગોદાવરી નદીમાં રવિવારે એક મોટી નાવ દુર્ઘટના થઇ ગઇ. ફરવા માટે આવેલા સહેલાણીઓથી ભરેલી એક નાવ ગોદાવરી નદીમાં ડુબી ગઇ. હોડી પર 60 લોકો બેઠેલા હતા. જેમાંથી 23 લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે. સાત લોકોનાં શબ મળી આવ્યા છે. બાકીના શોધ માટે એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફની (SDRF) ટીમો રાહત અને બચાવકાર્યના પ્રયાસો કરી રહ્યા છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આંધ્રપ્રદેના પૂર્વ ગોદાવરી જિલ્લામાં રવિવારે ગોદાવરી નદીમાં 61 સહેલાણીઓ ભરેલી હોડી ઉંધી વળી ગઇ હતી જેમાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થઇ ચુક્યા છે. મળતી માહિતી અનુસાર કચ્ચુલુરૂ પાસે આ દુર્ઘટના થઇ. ઘટના બાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ ઇસ્ટ ગોદાવરીનાં ડીએમ અને અન્ય અધિકારીઓને મળીને હોડી ઉંધી વળી જવાની ઘટના અંગે સંપુર્ણ માહિતી મેળવી. ત્યાર બાદ તેમણે જિલ્લામાં રહેલા મંત્રીઓને રાહત અને બચાવકાર્યની દેખરેખ રાખવા માટેના નિર્દેશ આપ્યા. સાથે જ તેમણે વિસ્તારમાં તમામ હોડીઓને તુરંત પ્રભાવથી બંધ કરવા માટેના આદેશ આપ્યા.
આ ઉપરાંત મુખ્યમંત્રી રેડ્ડીએ 63 પ્રવાસીઓથી ભરેલી હોડી ગોદાવરી નદીમાં ઉંધી વળીજવાની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો માટે 10 લાખ રૂપિયા ના વળતરની જાહેરાત કરી. સાથે જ તેમણે એનડીઆરએફ, નેવી અને ઓએનજીસી હેલિકોપ્ટર્સને રેસક્યુ માટે મોકલવાની વાત કહી હતી.
મુખ્યમંત્રીના અધિકારીઓએ હોડીના લાઇસન્સની તપાસ કરવા માટે પણ જણાવ્યું છે. તે પણ ભાળ મેળવવા માટે કહ્યું કે શું કર્મચારીઓને પુરતી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને જો નહી તો શા માટે નથી આપવામાં આવ્યું. મુખ્યમંત્રી રેડ્ડીએ અધિકારીઓને તે પણ તપાસવા માટે જણાવ્યું કે, સુરક્ષાના ઉપાયોની સુવિધા છે કે નહી. તે ઉપરાંત તેમણે સમગ્ર ઘટના અંગે અહેવાલ માંગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત ઘણા દિવસોથી ગોદાવરી નદી હાલ બેકાંઠે વહી રહી છે. પૂર્વી ગોદાવરી જિલ્લા પોલીસ અધીક્ષક અદનાન અસ્મીએ કહ્યું કે, અમે હોડી ઉંધી વળીજવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Tips: વજન ઉતારવા માટે અક્સિર છે જીરાનું પાણી, ફાયદા જાણીને આજે જ પીવાનું શરૂ કરી દેશો
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સરકારમાં મંત્રી અવંતી શ્રીનિવાસને ઘટના સ્થળ પર પહોંચવા માટે જણાવ્યું છે. મુખ્યમંત્રી રેડ્ડીએ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરતા અહેવાલ માંગ્યો છે. મુખ્યમંત્રી રેડ્ડીએ અધિકારીઓને યુદ્ધ સ્તર પર રાહત અને બચાવ કાર્ય કરવા માટેની ભલામણ આપી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કાર્યમાં ઓનજીસી અને નૌસેનાના હેલિકોપ્ટર્સનો પણ ઉપયોગ કરવા માટે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તત્કાલ પ્રભાવથી નૌકા સંચાલન પર પ્રતિબંધ મુકવાની સાથે તમામ હોડીના સંચાલકોના લાઇસન્સ ચેક કરવા માટે જણાવ્યું છે.
દુર્ઘટના બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યું દુખ
આંધ્રપ્રદેશની હોડી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુખ વ્યક્ત કરતા પીડિત પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે
Extremely pained by the capsizing of a boat in Andhra Pradesh’s East Godavari. My thoughts are with the bereaved families. Rescue operations are currently underway at the site of the tragedy.
— Narendra Modi (@narendramodi) September 15, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે