આંધ્રપ્રદેશ: નાયડુની સત્તા બાદ તેમના બંગ્લાને પણ ધ્વસ્ત કરશે જગન મોહન રેડ્ડી
Trending Photos
હૈદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાનું કામ ચાલુ થઇ જશે. હાલ પ્રજા વેદિકામાં જ ચંદ્ર બાબુ નાયડુ રહી રહ્યા છે. ગત્ત દિવસોમાં ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને પ્રજા વેદિકાને નેતા વિપક્ષનું સરકારી મકાન જાહેર કરવા માટેની માંગ કરી હતી.
ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે. એન.ચંદ્રબાબુ નાયડુનાં અમરાવતી ખાતેનાં આવાસ પ્રજા વેદિકાને પોતાનાં કબ્જામાં લઇ લીધો. તેલુગુ દેશમ પાર્ટીએ તેના બદલાની કાર્યવાહી ગણાવી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે કોઇ સદ્ભાવ નથી, કારણ કે તેમના સામાનને અમરાવતીનાં ઉદાવલ્લી ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો.
ચંદ્રબાબુ નાયડુ ત્યારથી કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી ખાતેના આવાસમાં રહે છે, જ્યારે આંધ્રપ્રદેશનું પોતાનું તંત્રણ હૈદરાબાદથી અમરાવતી શિફ્ટ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ હવે તેલંગાણાની રાજધાની બની ચુક્યું છે. પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશની રાજધાની ક્ષેત્ર વિકાસ નિગમ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આવાસ તરીકે કર્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં બનેલા આ આવાસનો ઉપયોગ નાયડુનાં અધિકારીક કાર્યો માટે કરવામાં આવતો સાથે જ પાર્ટીની બેઠકો પણ અહીં જ થતી હતી.
કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત 'હથિયાર', ખાસ જાણો
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy orders demolition of 'Praja Vedika' building, demolition of the building to begin day after tomorrow. (file pic) pic.twitter.com/B5ITbRNKQ8
— ANI (@ANI) June 24, 2019
નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વાઇ.એસ જગન મોહન રેડ્ડીને પત્ર લખીને ઢાંચાનો ઉપયોગ બેઠકો માટે કરવા માટેની પરવાનગી માંગી હતી. તેમણે સરકારને અપીલ કરી હતી કે નેતા વિપક્ષનું મકાન જાહેર કરવામાં આવે. જો કે સરકારે પ્રજા વેદિકાને કબ્જામાં લેવાનો નિર્ણય લીધો હતો. જાહેરાતોની કલેક્ટરોનું સમ્મેલન ત્યાં થશે. પહેલા આ સમ્મેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નિશ્ચિત હતું. નાયડુ હાલ પરિવારનાં સભ્યો સાથે વિદેશમાં રજા ગાળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે