અનંત અંબાણીનું ફરી વજન વધ્યું તો લોકો ચોંકી ગયા...વજન વધવાનું આ હોઈ શકે કારણ!
Anant Ambani Radhika Merchant Engagement: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ. આ સમારોહમાં દેશના તમામ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ખુબ ધામધૂમથી આ સમારોહ યોજાયો. ગોળ ધાણા અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને રિંગ પહેરાવી. આ બધા વચ્ચે અનંત અંબાણીનું ફરી વધી ગયેલું વજન પણ ચર્ચામાં આવ્યું.
Trending Photos
Anant Ambani Radhika Merchant Engagement: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ. આ સમારોહમાં દેશના તમામ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ખુબ ધામધૂમથી આ સમારોહ યોજાયો. ગોળ ધાણા અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને રિંગ પહેરાવી. આ બધા વચ્ચે અનંત અંબાણીનું ફરી વધી ગયેલું વજન પણ ચર્ચામાં આવ્યું. અનંત અંબાણીએ 108 જેટલું વજન ઘટાડ્યું હતું અને એકદમ સ્લીમ અને ટ્રીમ થઈ ગયા હતા. પરંતુ હવે ફરી વધી ગયેલું વજન જોઈને લોકોમાં આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.
અનંત અંબાણીને ફરી આટલા વજન સાથે જોતા લોકોને સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ફરીથી તેમનું આટલું વજન કેમ વધી ગયું. લોકોના મનમાં થઈ રહ્યું છે કે અનંત અંબાણી હવે ફરી પાછા પહેલા જેવા થઈ ગયા છે. એટલે કે 108 કિલો વજન ઉતાર્યું તે પહેલા જેવા દેખાતા હતા તેવા ફરી દેખાય છે. બધાને એમ થાય છે કે આખરે આવું વજન કેમ વધી ગયું. અનંત અંબાણીએ 2017માં ફક્ત 18 મહિનાની અંદર 108 કિલો વજન ઉતાર્યું હતું. તેઓ એટલા દુબળા થઈ ગયા હતા કે લોકો ઓળખી પણ શકતા નહતા.
અત્રે જણાવવાનું કે અનંતે થોડા વર્ષ પહેલા કોચ વિનોદ ચન્નાના માર્ગદર્શન હેઠળ ડાયેટ અને વર્ક આઉટ કરીને વજન ઓછું કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ રોજ 5-6 કલાક કસરત કરતા હતા જેમાં 21 કિલોમીટર વોક, યોગ, વેઈટ ટ્રેનિંગ, અને ઈન્ટેન્સ વર્કઆઉટ પણ સામેલ હતા. ડાયેટમાં તેઓ હેલ્ધી ફેટ, પ્રોટીન, લો-કાર્બ ફૂડ, શાકભાજી, ફળ, પનીર ક્વિનોઆ વગેરે લેતા હતા જેનાથી તેમને વજન ઉતારવામાં ફાયદો થયો.
સાયન્સ મુજબ વજન ઓછું કર્યા બાદ તેને મેઈન્ટેન કરવું પણ જરૂરી હોય છે. નહીં તો પાછું વજન વધી શકે છે. હેલ્થ વેબસાઈટ હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ ફરીથી વજન વધવાના અનેક કારણ હોઈ શકે છે. પહેલું કારણ તો એ કે જે દિનચર્યા વેઈટ લોસ પહેલા હતી તે જ દિનચર્યા ફરીથી શરૂ કરવી. એટલે કે બની શકે કે અનંત અંબાણી પહેલાની જેમ જ અનહેલ્ધી ડાયેટ લેતા હોય અને કસરત કરવાનું પણ છોડી દીધુ હોય જેથી કરીને તેમનું વજન ફરીથી વધી ગયું હોઈ શકે.
હકીકતમાં એવું હોય છે કે જ્યારે ફેટ લોસ થાય ત્યારે શરીર ભૂખ હોર્મોનને વધારે છે. બીજી બાજુ કેલરી ખાવાથી અને મસલ્સ લોસ થવાથી મેટાબોલિઝમ પણ સ્લો થઈ જાય છે. મેટાબોલિઝમ સ્લો ગયા બાદ જો કોઈ સામાન્ય ખોરાક પણ લેવામાં આવે તો તેનાથી વજન વધી શકે છે. 2003ના એક રિસર્ચ મુજબ કિશોરાવસ્થામાં ડાઈટિંગ કરવાથી ભવિષ્યમાં મોટાપો અને ઈટિંગ ડિસઓર્ડર વધવાનું જોખમ રહે છે.
Eat this, Not that ના જણાવ્યાં મુજબ જો કોઈ વેઈટ લોસ બાદ ફરીથી પહેલા જેટલું જ ખાવાનું શરૂ કરે તો તેનું વજન વધી શકે છે. જો કોઈ વધુ સ્ટ્રેસ લે તો કાર્ટિસોલ હોર્મોન વધી જાય છે. જેનાથી વજન વધવાનું જોખમ રહે છે. વજન ઓછા થયા બાદ ફિઝિકલ એક્ટિવિટી ઓછી કે બંધ કરી દે છે જેના કારણે વજન વધી શકે છે. કેટલાક લોકોએ બીમારીના કારણે વધુ દવા લેવી પડતી હોય છે જેના કારણે પણ વજન વધી શકે છે. સાયન્સ અને એક્સપર્ટનું માનવું છે કે વેઈટ લોસ બાદ ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્ધી ઈટિંગ હેબિટ છોડવી જોઈએ નહીં.
વજન મેઈન્ટેઈન કરવા માટે રોજ કસરત કરવી જોઈએ, સારો ડાયેટ લેવો જોઈએ, ન્યૂટ્રિશન પર ધ્યાન રાખવું જોઈએ, તણાવ મુક્ત રહેવું જોઈએ. પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ અને સર્ટિફાઈડ ફિટનેસ કોચની સલાહ લેવી જોઈએ.
વજન ઓછું કર્યા બાદ તેને મેઈન્ટેન કરવા માટે આ ટિપ્સ પણ ફોલો કરવી જોઈએ
- ફિટનેસ એક્સપર્ટ મુજબ વજન ઓછું કર્યા બાદ વજન ફરીથી વધવા પાછળ કેટલીક ભૂલો જવાબદાર હોય છે. જો વજન ઓછું કર્યું હોય અને વેઈટ ટ્રેનિંગ છોડી દીધી હોય તો વજન ઝડપથી વધી શકે. આથી અઠવાડિયામાં એક કે બે વાર વેઈટ ટ્રેઈનિંગ જરૂર લો.
- જો જંક ફૂડ અને ઓઈલી ફૂડ ખાવાની આદત ફરીથી અપનાવશો તો ઝડપથી વજન વધી શકે છે. આથી તે છોડી દો.
- વેઈટ ગેઈન કરવામાં તમારા ડાયેટનો મહત્વપૂર્ણ રોલ છે. દરરોજ સ્વીટ ખાવાની આદતથી વજન ઝડપથી વધી શકે છે. આથી કોશિશ કરો કે ગળી વસ્તુથી દૂર રહો.
- હંમેશા સ્લિમ અને સુંદર દેખાવવા માંગતા હોવ તો ઊંઘ સાથે સમાધાન ન કરો. પૂરતી ઊંઘ વેઈટ લોસ અને ગેઈનમાં મહત્વનો ભાગ ભજવે છે.
- તમારા ડાયેટમાં પ્રોટીન જરૂરી સામેલ હોવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાથી વજન કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે