અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકર્સે લગાવ્યો પાક. પીએમ ઈમરાનનો ફોટો

અમિતાભ બચ્ચનના ટ્વીટર હેન્ડલ પર બે પોસ્ટ પણ કરી દેવામાં આવી છે 
 

અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકર્સે લગાવ્યો પાક. પીએમ ઈમરાનનો ફોટો

નવી દિલ્હીઃ બોલિવૂડના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચનનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હોકર્સે અમિતાભનું પ્રોફાઈલ પિક્ચર હટાવી દઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો લગાવી દીધો છે. 

તેની સાથે જ તેના ટ્વીટર હેન્ડલ પર બે પોસ્ટ પણ કરી દેવામાં આવી હતી. જેમાં એકમાં તો પાકિસ્તાનનો ધ્વજ લગાવી દીધો છે. 

— ANI (@ANI) June 10, 2019

આજે રાત્રે લગભગ 11.30 કલાકે અમિતાભ બચ્ચચનનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવાના સમાચાર આવ્યા હતા. હેકર અત્યાર સુધી ત્રણ પોસ્ટ કરી ચૂક્યા છે. અમિતાભનો ફોટો દૂર કરીને ઈમરાન ખાનના ફોટા સાથે 'લવ પાકિસ્તાન' લખી દીધું છે.

એવું કહેવાય છે કે, ટ્વીટર એકાઉન્ટ તુર્કીમાંથી કોઈ એક ગ્રુપે હેક કર્યું છે, જે પાકિસ્તાનને સમર્થન કરે છે. મુંબઈ પોલીસે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમે સાયબર યુનિટ અને મહારાષ્ટ્રના સાયબર સેલને બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ હેક થયા અંગેની જાણ કરી છે. તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news