Amit Shah Arunachal Visit: મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર, મળશે શહેર જેવી સુવિધાઓ

Vibrant Villages Programme: ભારત સરકારે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે ખાસ પ્રકારે રોડ કનેક્ટિવિટી માટે 2500 કરોડ રૂપિયા સહિત 4800 કરોડ રૂપિયાના સેન્ટ્રલ કમ્પોનન્ટ સાથે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપી છે. 

Amit Shah Arunachal Visit: મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર, મળશે શહેર જેવી સુવિધાઓ

Amit Shah News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 અને 11 એપ્રિલના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ ભારત-ચીન સરહદે આવેલા એક ગામ કિબિથુમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) ની શરૂઆત કરશે. ભારત સરકારે નાણાકીય વર્ષ 2022-23 થી 2025026 માટે ખાસ રીતે રોડ કનેક્ટિવિટી માટે 2500 કરોડ રૂપિયા સહિત 4800 કરોડ રૂપિયાના સેન્ટ્રલ કમ્પોનન્ટ સાથે વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામની મંજૂરી આપી છે. 

વીવીપી એક સેન્ટર સ્પોન્સર્ડ પ્રોજેક્ટ છે. જે હેઠળ સરહદ પાસે આવેલા અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 ગામનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે. પહેલા તબક્કામાં શરૂઆતના કવરેજ માટે આંધ્ર પ્રદેશમાં 455 સહિત 662 ગામની ઓળખ કરાઈ છે. 

નિવેદનમાં કહેવાયું છે કે વીવીપી બોર્ડર પાસે આવેલા ગામડાઓમાં રહેનારા લોકોના જીવનમાં સુધારો કરવામાં મદદ  કરશે અને લોકોને પોતાની મૂળ જગ્યાઓ પર રહેવા માટે પ્રોત્સાહન આપશે, જેનાથી ગામડાઓમાંથી થતા પલાયનને રોકવામાં અને સરહદની સુરક્ષા વધારવામાં મદદ મળશે. 

મળશે આ સુવિધાઓ
જિલ્લા પ્રશાસન, બ્લોક અને પંચાયત સ્તર પર સારી સિસ્ટમની મદદથી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓની 100 ટકા જવાબદારી નક્કી કરવા માટે આ ગામડાઓ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. ગામડાઓમાં જે ક્ષેત્રોમાં વિકાસ કરવામાં આવશે, તે છે- રોડ નેટવર્ક, પાણી, સોલર અને વિંડ એનર્જી, અને ઈલેક્ટ્રિસિટી, મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ટુરિસ્ટ સેન્ટર, મલ્ટીપર્પઝ સેન્ટર અને હેલ્થકેર. 

અમિત શાહ અરુણાચલ પ્રદેશના પોતાના પહેલા પ્રવાસમાં 10 એપ્રિલના રોજ કિબિથુમાં સ્વર્ણ જયંતી સીમા રોશની પ્રોગ્રામ હેઠળ બનેલા રાજ્યના નવ માઈક્રો હાઈડ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે. આ ઈલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ ગામડાઓમાં રહેતા લોકોના જીવનને વધુ સારું બનાવશે. 

આ જગ્યાઓ પર થશે ઉદ્ધાટન 
આ સિવાય અમિત શાહ લિકાબાલી (અરુણચાલ પ્રદેશ), છપરા (બિહાર), નૂરાનદ (કેરળ), અને વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ભારત-તિબ્બત સીમા પોલીસ (ITBP) પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન કરશે. નિવેદન મુજબ ગૃહમંત્રી અરુણાચલ પ્રદેશના અંજો જિલ્લાના કિબિથુમાં ITBP કર્મીઓ સાથે વાતચીત પણ કરશે. સીમાવર્તી જિલ્લાના વિમિન સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ તરફથી બનાવવામાં આવેલા પ્રોડક્ટ્સનું પ્રદર્શન પણ કરવામાં આવશે. શાહ પ્રદર્શની સ્ટોલ પણ જોશે. ગૃહમંત્રી 11 એપ્રિલના રોજ નમતી ક્ષેત્ર જશે અને વાલોંગ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. 

(એજન્સી પીટીઆઈ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news