ઇફ્તારના ટ્વીટ બાદ અમિત શાહે ગિરિરાજની ઝાટકણી કાઢી, JDUએ કર્યો વિરોધ

ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ઇફ્તાર પાર્ટી મુદ્દે ટ્વીટર પર વ્યંગ કર્યો હતો જે મુદ્દે હાલ બિહારનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે

ઇફ્તારના ટ્વીટ બાદ અમિત શાહે ગિરિરાજની ઝાટકણી કાઢી, JDUએ કર્યો વિરોધ

પટના : ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ઇફ્તાર પાર્ટી મુદ્દે ટ્વીટ કરીને વ્યંગ કર્યો હતો. આ ટ્વીટથી બિહારની રાજનીતિ ગરમાઇ ગઇ છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગિરિરાજ સિંહનાં આ નિવેદન મુદ્દે તેમની ઝાટકણી કાઢી છે. અમિત શાહે ગિરિરાજને આવા નિવેદનોથી દુર રહેવા જણાવ્યું છે.

ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ઇફ્તાર પાર્ટી મુદ્દે વ્યંગ કરતા ચાર તસ્વીરો ટ્વીટ કરીને તેમને કહ્યું હતું કે, નવરાત્રી ફળાહારનું આયોજન કર્યું હોત તો વધારે સુંદર તસ્વીર સામે આવી હોત. ગિરિરાજે તસ્વીર ટ્વીટ કરી છે, તે તસ્વીરમાં સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, જીતનરામ માંઝી સાથે સાથે બિહારનાં ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનો પણ સમાવેશ થાય છે. 

રાજસ્થાન કોંગ્રેસમાં અસંતોષ: ગહલોતે કહ્યું પાયલોટ જોધપુર હારની જવાબદારી તો સ્વિકારે
ગિરિરાજ યિંહે પોતાનાં ટ્વિટમાં લખ્યું હતું કે, કેટલી સુંદર તસ્વીર હોત તો આટલી જ સારી રીતે નવરાત્રીમાં ફળાહારનું પણ આયોજન કર્યું હોત અને આટલી જ સુંદર તસ્વીર આવી હોત ? પોતાનાં કર્મ ધર્મને આપણે ભુલી જઇએ છીએ અને દેખાડો કરવામાં આગળ રહીએ છીએ.

પશ્ચિમ બંગાળ: નગર નિગમની ચૂંટણીમાં ભાજપનું 26-0થી ક્લિન સ્વિપ, TMCના સુપડા સાફ
ગિરિરાજનાં આ ટ્વીટ અંગે ટીપ્પણી કરતા નીતીશે કહ્યું કે, કેટલાક લોકો સમાચારમાં જળવાઇ રહે તે માટે આવું કરે છે. જ્યારે એલજેપી સુપ્રીમો રામવિલાસ પાસવાને પ્રતિક્રિયા આપતાનો ઇન્કાર કરી દીધો. પત્રકારોએ જ્યારે આ અંગે તેમનું મંતવ્ય માંગ્યું તો તેઓ ખુરશી પરથી ઉભા થઇ ગયા. તેમણે કહ્યું કે, ગિરિરાજ સિંહનાં નિવેદન અંગે તેઓ પ્રતિક્રિયા નહી આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news