J&K: કાશ્મીરીઓના દિલ જીતી રહ્યા છે અમિત શાહ, લોકો સાથે બેસીને પીધી ચા, તસવીર થઈ વાયરલ

મકવાલ બોર્ડર પર પહોંચેલા શાહે સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી, અને લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. તેઓ એક વ્યક્તિના ઘરે રોકાયા અને ચા પણ પીધી હતી.

J&K: કાશ્મીરીઓના દિલ જીતી રહ્યા છે અમિત શાહ, લોકો સાથે બેસીને પીધી ચા, તસવીર થઈ વાયરલ

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. પોતાની યાત્રાના બીજા દિવસે એટલે કે રવિવારે તેમણે જમ્મુમાં અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મકવાલ બોર્ડરમાં ફોરવર્ડ એરિયાનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે સેનાના જવાનો સાથે વાતચીત કરી હતી. 

જનતા સાથે ચા પીધી
મકવાલ બોર્ડર પર પહોંચેલા શાહે સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી, અને લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. તેઓ એક વ્યક્તિના ઘરે રોકાયા અને ચા પણ પીધી હતી. આ સમય દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

2022માં યુવાનો માટે 5 લાખ નોકરીઓ
શાહે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યા રોકવાનો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હૃદયમાં સ્થાન ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસને ભંગ કરવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જમ્મુ -કાશ્મીરમાં 12,000 કરોડનું રોકાણ આવી ચૂક્યું છે અને સરકાર 2022 ના અંત સુધીમાં કુલ 51,000 કરોડનું રોકાણ લાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે સ્થાનિક યુવાનોને 5 લાખ નોકરીઓ આપશે.

વિકાસના અભાવ માટે 3 પરિવારો જવાબદાર 
રવિવારે બપોરે જમ્મુના ભગવતી નગરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા શાહે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નું નામ લીધા વગર કહ્યું હતું કે, “છેલ્લા સાત દાયકામાં ત્રણ પરિવારો લોકો માટે કામ કરી રહ્યા છે કારણ કે, જમ્મુ અને કાશ્મીરનો વિકાસ કરવા સક્ષમ છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તાળીઓ અને સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ કહ્યું કે, "મોદીના નેતૃત્વમાં જમ્મુ -કાશ્મીરમાં વિકાસનો નવો તબક્કો શરૂ થયો છે, પરંતુ હાનિકારક તત્વો દ્વારા અડચણો ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે." હું તમને ખાતરી આપવા માટે અહીં છું કે કોઈ પણ અવરોધ ઊભો કરી શકશે નહીં અને શાંતિ અને વિકાસને રોકી શકશે નહીં.

પ્રધાનમંત્રીના હૃદયમાં જમ્મુ-કાશ્મીર વસે છે'
શાહે કહ્યું, "અમે એવું વાતાવરણ બનાવવા માંગીએ છીએ કે એક પણ વ્યક્તિ માર્યો ન જાય અને આતંકવાદનો નાશ થાય." વિકાસનો નવો તબક્કો શરૂ થયો છે, જેને કોઈ રોકી શકે તેમ નથી. જમ્મુ અને કાશ્મીર પ્રધાનમંત્રીના હૃદયમાં વસે છે અને તેમની સરકારમાં કોઈ અન્યાય, ભેદભાવ કે તુષ્ટિકરણ નહીં થાય. જમ્મુના લોકોને બાયપાસ કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે કાશ્મીર અને જમ્મુ બંને સાથે મળીને વિકાસ કરશે. જમ્મુ ઘણા વર્ષોથી ભેદભાવનો ભોગ બન્યું છે. હવે કોઈને અન્યાય નહીં થાય અને કાશ્મીર અને જમ્મુ બંને મળીને વિકાસ કરશે અને વિકસિત જમ્મુ -કાશ્મીર ભારતને મજબૂત બનાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news