અમિત શાહને આવી ગયો ગુસ્સો, વારો પાડી દીધો 'આમનો'

હાલમાં અમિત શાહે આસામ અને પૂર્વોતર રાજ્યોનો પ્રવાસ કર્યો હતો

અમિત શાહને આવી ગયો ગુસ્સો, વારો પાડી દીધો 'આમનો'

ગૌહાટી : ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના અધ્યક્ષ અમિત શાહે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા પર સક્રિય ન હોવા બદલ આસામની સોશિયલ મીડિયા ટીમને બરાબર ઝાટકી નાખી છે. અમિત શાહે હાલમાં આસામ અને પૂર્વોત્તર રાજ્યની મુલાકાત લઈને ત્યાંના લોકસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. અમિત શાહે ટીમ અને પાર્ટીના અન્ય સભ્યોને સોશિયલ મીડિયામાં સક્રિય થઈને મહત્તમ મતદાતા સુધી પહોંચવાનું અને યુવાનોને આકર્ષિત કરવાનું કહ્યું છે. 

આ મામલે બીજેપીના નેતાએ માહિતી આપી છે કે, "અમિત શાહે આસામ એકમની સોશિયલ મીડિયા ટીમ સાથે અલગ બેઠક કરી હતી. આ બેઠકમાં ટીમના કુલ 82 સભ્યોએ ભાગ લીધો છે. અમિત શાહે ચિંતા વ્યક્ત કરી છે કે  મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી  હેમંત બિસ્વા શર્મા સિવાય બીજા કોઈ નેતા સોશિયલ મીડિયામાં સક્રિય નથી."

ફેસબુક અને ટ્વિટર પર સોનોવાલના સાત લાખથી વધારે તેમજ શર્માના 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. આસામ બીજેપી અધ્યક્ષ રણજીત કુમાર દાસના માત્ર 40,000 ફોલોઅર્સ છે. અમિત શાહે સોશિયલ મીડિયા ટીમન એવી સામગ્રી તૈયાર કરવાનું કહ્યું છે કે જેનાથી લોકો સાથે સીધો સંવાદ સાધી શકાય. આ સિવાય વિવાદાસ્પદ સામગ્રીથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news