Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ

પ્રધાનમંત્રી મોદીએ દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે એક મહત્વની બેઠક યોજી હતી. આ સાથે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં કેન્દ્રની વિશેષ ટીમને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી (Covid 19) ની ખરાબ થતી સ્થિતિ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્વાસ્થ્ય સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ અને નીતિ આયોગ સાથે જોડાયેલા ડોક્ટર વીકે પોલ સહિત મોટા અધિકારીઓ સામેલ રહ્યા હતા. બેઠકની વધુ જાણકારી આપતા પીએમઓએ કહ્યુ કે, કેટલાક રાજ્યોમાં કેસના વધારા માટે મ્યુટેન્ટ સ્ટ્રેનના યોગદાનની અટકળો બનેલી છે. કોરોના મહામારીને નિયંત્રિત કરવાના ઉપાય સમાન છે અને તેથી કોવિડ મેનેજમેન્ટ માટે વિભિન્ન પ્રોટોકોલનું પાલન તે બધા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ 5 ટી રણનીતિ પર ભાર આપ્યો છે. તેમાં ટેસ્ટિંગ (Testing), ટ્રેસિંગ (Tracing), ટ્રીટમેન્ટ (Treatment), કોવિડ માટે યોગ્ય વ્યવહાર અને રસીકરણને ગંભીરતા અને પ્રતિબદ્ધતાની સાથે લાગૂ કરવામાં આવે તો આ મહામારીનો પ્રસાર રોકવામાં પ્રભાવી થશે. 

જન ભાગીદારી અને જન આંદોલન જારી રાખવાની જરૂરીયાત
પીએમઓએ નિવેદનમાં કહ્યું કે, પીએમ મોદીએ નિર્દેશ આપ્યા છે કે સ્થાયી રૂપથી કોવિડ મેનેજમેન્ટ માટે સમુદાયની જાગરૂકતા અને તેની ભાગીદારી સર્વોપરી છે અને કોવિડ મેનેજમેન્ટ માટે જન ભાગીદારી અને જન આંદોલન જારી રાખવાની જરૂરીયાત છે. આ સાથે વધતી ઘરેલૂ જરૂરીયાતોને પૂરી કરવા માટે રસીની પર્યાપ્ત માત્રાને સુરક્ષિત કરવાની સાથે-સાથે 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનામાં અન્ય દેશોની વાસ્તવિક જરૂરીયાતોને પૂરી કરવા માટે બધા પ્રયાસો ચાલી રહ્યાં છે. 

— Narendra Modi (@narendramodi) April 4, 2021

એપ્રિલ 6થી 14 સુધી આયોજીત કરવામાં આવશે વિશેષ સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 100 ટકા માસ્કનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા અને કોવિડ માટે યોગ્ય વ્યવહાર માટે જાહેર સ્થાનો/કાર્યસ્થળો પર સ્વચ્છતાની સાથે એક વિશેષ અભિયાન 6 એપ્રિલથી 14 એપ્રિલ 2021 સુધી આયોજીત કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news