ભૂગર્ભ જળસ્તર 2023ના રિપોર્ટે ચોંકાવ્યા, પાણી બચાવવું પડશે, નહીં તો વધશે હાલાકી
સતત વધી રહેલી ગરમીના કારણે દેશમાં ભૂગર્ભ જળસ્તર પણ ઘટી રહ્યું છે... આ અંગેનો સરવે 2023નો રિપોર્ટ સામે આવ્યો છે... જેણે તંત્ર અને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે...
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં મેઘરાજાએ દસ્તક આપી દીધી છે. ગુજરાત સુધી ચોમાસું પહોંચુ ગયુ છે, ત્યારે અનેક રાજ્યોમાં મેઘરાજા મન મુકીને વરસવાનું શરૂ કરી દીધું છે. એક બાજુ દેશમાં વરસાદ પડી રહ્યો છે, તો બીજા રાજ્યો એવા છે કે જ્યાં કાળઝાળ ગરમી પોતાનો પ્રકોપ વરતાવી રહી છે. તો આકરી ગરમીના કારણે અમુક રાજ્યોમાં જળસંકટની સ્થિતિ ઉભી થતાં લોકોને ટેન્કરના ભરોસે જીંદગી જીવવાનો વારો આવ્યો છે. ત્યારે ચોમાસાની શરૂઆત છતાં હજુ પણ ક્યાં સૂર્ય દેવતા વરસાવી રહ્યા છે અગનગોળા, જોઈએ આ અહેવાલમાં....
દેશમાં આ વર્ષે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેના સાક્ષી પૂરી રહ્યા છે આ દ્રશ્યો.... દેશના અનેક રાજ્યોમાં ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે... જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....
આ દ્રશ્યો ઉત્તરપ્રદેશના ગોરખપુરના છે. જ્યાં હાલ સૂર્યદેવતા આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે... જેના કારણે લોકો ગરમીમાં કંટાળીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... તો આકરી ગરમીમાં રાહત મેળવવા માટે અહીં લોકો નાળિયેરના પાણી, શેરડીના રસનું સેવન કરી રહ્યા છે...
એક તરફ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની શરૂઆત છતાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે કાળઝાળ ગરમીમાં લોકોની મુશ્કેલી વધારતી આગાહી હવામાન વિભાગે કરી છે... જેમાં હવામાન વિભાગે આગામી 3-4 દિવસ હિટવેવની આગાહી કરતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. સાથે જ લોકોને ચેતવ્યા છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 40થી 44 સુધી જઈ શકે છે.
માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, ઓડિશામાં પણ સૂર્યદેવતા આકરા પાણીએ છે. ઓડિશામાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય વ્યક્તિનું બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવું હરામ થઈ રહ્યુ છે. તો આ ગરમીનો જો કોઈને સૌથી વધુ સહન કરવી પડી રહી હોય તે તો મજૂરોને કરવી પડી રહી છે. કેમ કે ભલે ગમે તેટલી ગરમી હોય તો પણ પાપી પેટ માટે મજૂરોને ગરમીમાં બહાર નીકળવું પડી રહ્યુ છે.
દેશના બે રાજ્યોમાં સૂર્ય દેવતા પોતાનો પ્રકોપ વરતાવી રહ્યા છે, ત્યારે દેશની રાજધાની દિલ્લીમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. દિલ્લીના ચાણક્યપુરીના છે. અહીંયા નદીના તળ સૂકાઈ ગયા છે... એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે... જેના કારણે લોકોને પાણી માટે ટેન્કર પર નિર્ભર રહેવાની નોબત આવી છે.... પાણીનું ટેન્કર આવતાં જ લોકો હાથમાં જે આવે તે લઈને પાણી ભરવા ઉભા રહી જાય છે....
દેશના 6553 બ્લોકમાંથી 27 ટકામાં ભૂગર્ભ જળસ્તર જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે... તેમાંથી 11 ટકા તો ડાર્ક ઝોન શ્રેણીમાં છે.... રિપોર્ટ પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્લી અને પશ્વિમ UPના વિસ્તારોમાં પરિસ્થિતિ ઘણી વિકટ છે... રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગોમાં અત્યંત જળશોષિત વિસ્તારોમાં છે... કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણાના દક્ષિણ ભાગ અને આંધ્ર પ્રદેશમાં ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે.
દેશમાં ચોમાસામાં ભારે વરસાદ છતાં મોટાભાગનું પાણી નદીઓમાંથી સમુદ્રમાં વહી જાય છે... જો તે પાણીનો ક્યાંક સ્ટોરેજ કરવામાં આવે તો ભૂગર્ભ જળનું સ્તર ઉંચું આવે... જો આ અંગે કંઈક વિચારવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં પાણી માટે યુદ્ધ થાય તો નવાઈ નહીં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે