અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!
અમરનાથ યાત્રાને લઇને મલ્ટી એજન્સી સેન્ટરની તરફથી જાહેર કરવામાં આવેલા સ્પેસિફિક એલર્ટ અનુસાર જમ્મૂ કાશ્મીરના ગાંદરબલ અને કંગન વિસ્તારના પર્વતોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: 1 જૂલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા રક આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકી સગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી બાલટાલ રૂટથી આયોજીત થનારી અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે.
અમરનાથ યાત્રાને લઇને મલ્ટી એજન્સી સેન્ટરની તરફથી જાહેર કરવામાં આવેલા સ્પેસિફિક એલર્ટ અનુસાર જમ્મૂ કાશ્મીરના ગાંદરબલ અને કંગન વિસ્તારના પર્વતોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે. જણાવી દઇએ કે, અમરનાથ યાત્રાના બે રૂટમાંથી બાલટાલ રૂટ એક છે. આ રૂટ પર 1 જુલાઇથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે.
જણાવી દઇએ કે, ગૃહ મંત્રી અમિત શાહએ બુધવારના જ આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને લઇને કોઇપણ પ્રકારની સંતોષની લાગણી સામે અધિકારીઓને ચેતવણી આપી અને તિર્થયાત્રિઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ)નું કડક રીતે અમલીકરણ કરવા આદેશ આપ્યો છે. ગૃહ મંત્રી શાહની આગેવાનીમાં થયેલી સમીક્ષા બેઠક બાદ પત્રકારોને જાણકારી આપતા આતંરિક સુરક્ષાના વિશેષ સચિવ એપી મહેશ્વરીએ કહ્યું કે, મંત્રીએ આદેશ આપ્યો છે કે, સમગ્ર યાત્રા દરમિયાન સુરક્ષા દળ અથવા ડ્યૂટી સ્ટાફ દ્વારા કોઇપણ સંતોષની લાગણી આવવી જોઈએ નહીં.
તેમણે જણાવ્યું કે, ‘કોઈ ઢીલાશ હોવી ન જોઈએ. એસપીઓને કડકથી પાલન સુનિશ્ચિત કરવું જોઇએ. વરિષ્ઠ અધિકારીઓના વ્યક્તિગત રીતે વ્યવસ્થાનું મોનીટરીંગ કરવું જોઇએ.’ માહેશ્વરીએ કહ્યું કે, તેમણે (શાહએ) હિંસા મુક્ત યાત્રા સુનિશ્ચિત કરવા માટે બધી જ સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ રીતે સતર્ક રહેવા અને બધા સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે. તેમણે જમાવ્યું કે, મંત્રીના કાફલાની આવન જાવન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના મહત્વ પર ભાર આપ્યો અને ખાસકરી કાફલાને સમય પર રવાના કરવા પર ભાર આપ્યો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે